Gujarat CM Bhupendra Patel : 12 ડિસેમ્બર 2022, આ એ દિવસ હતો, જ્યારે ગુજરાતમાં ઐતિહાસિક બહુમતિ સાથેની સરકારે શપથગ્રહણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ચૂંટણીમાં ભાજપે જ્યાં 156 બેઠકો જીતીને રેકોર્ડ સર્જયો હતો, ત્યાં શપથગ્રહણ બાદ સરકારે એક બાદ એક મોટા નિર્ણયો લીધા. આ નિર્ણયો જે તે વર્ગ માટે ગેમચેન્જર છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂરા થયા છે, ત્યારે આ સરકારે 100 દિવસમાં અનેક મોટા નિર્ણય લીધા છે. જેમાં આ વર્ષે 25 હજાર સરકારી નોકરી, દરિયાકાંઠે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી સામેલ છે. આવા નિર્ણયોથી ભૂપેન્દ્ર પટેલના નામે કેટલાક રેકોર્ડ લખાઈ ગયા છે. મૃદુ સ્વભાવ, પણ મક્કમ નિર્ણયશક્તિ ધરાવતા ગુજરાતના આ મુખ્યમંત્રીઓના 100 દિવસના લેખાજોખા પર એક નજર કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારના 10 મોટા નિર્ણયો પર નજર કરીએ તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનું મંત્રી મંડળ નાનું રાખીને પણ કાર્યક્ષમ કામગીરી કરી દેખાડી છે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું 3 લાખ 1 હજાર 22 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું. રાજ્ય સરકારે આ વર્ષે યુવાનોને 25 હજાર સરકારી નોકરી આપવાનો પણ નિર્ણય લીધો છે. પેપર લીક વિરોધી કાયદો લાવીને પેપર ફોડનારા તત્વો પર અંકુશ મૂકાયો છે. જમીનોની રિસર્વેની કામગીરીમાં ક્ષતિ હતી, ત્યાં રિસર્વેની કામગીરી ફરી શરૂ કરાવાઈ છે. સરકારે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં સ્પોર્ટસ સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી છે. જી 20 સમિટના ઉપક્રમે મુખ્યમંત્રીના નેતૃત્વમાં સતત કાર્યક્રમો અને બેઠકો યોજાઈ રહી છે. દ્વારકામાં દેવભૂમિ કોરિડોર હેઠળ ભગવાન કૃષ્ણની સૌથી ઊંચી પ્રતિમા પણ બનાવવામાં આવશે. દ્વારકામાં જ દરિયાકાંઠે મોટા પાયા પર ગેરકાયદેસર દબાણો દૂર કરીને ડ્રગ્સ માફિયાઓના મદદગારોને સીધો સંદેશ અપાયો છે. રાજ્યની 17 જેલોમાં એક સાથે સર્ચ ઓપેરેશન ચલાવીને જેલ તંત્રને સુધારવાની પણ કવાયત શરૂ કરાઈ છે.  


અમદાવાદીઓ તમારી સોસાયટીની બહાર કચરો હશે તો ચેતી જજો : આજથી હજારોનો દંડ વસૂલાશે


દેવભૂમિ દ્વારકા સહિતના દરિયાકાંઠે કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી આગળ પણ યથાવત્ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકાની ધરતી પરથી જ આ સ્પષ્ટતા કરી છે. પેપર લીક કરનારાઓ સામે કાર્યવાહી માટે આકરો કાયદો બનાવીને સરકારે એ યુવાનોને મોટી રાહત આપી છે, જેઓ દિવસ રાત મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવાના સપના જોતા હોય છે. આ કાયદામાં આરોપીને આજીવન કેદ તેમજ 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બનાવીને આ વર્ષે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. જેનાથી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનોને મોટી રાહત મળી છે.


દાદાના 'દમદાર 100 દિવસ' 
- ડ્રગ્સ માફિયાઓ પર જીરો ટોલરેન્સની નીતિ
- ગેરકાયદે બાંધકામો પર ફેરવ્યું બુલડોઝર
- ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી ચાલુ રાખવાનો કર્યો હુંકાર
- ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આપ્યું
- બજેટમાં સૌથી વધુ ભાર શિક્ષણ પર આપ્યો 
- સૌથી મોટી જીત, પણ સૌથી નાનું મંત્રી મંડળ
- ઘાટલોડિયા બેઠકથી બીજી વખત રેકોડબ્રેક જીત મેળવી
- પેપર લીક વિરોધી ઐતિહાસિક કાયદો બનાવ્યો
- બેરોજગારો માટે નવી ભરતીઓનું વચન 
- 5 વર્ષમાં 1 લાખ, એક વર્ષમાં 24 હજાર ભરતી
- આ વર્ષે 25 હજાર ભરતીનું વચન
- દેશનું ગૌરવ વધારતી G-20 બેઠકોનું ગુજરાતમાં કર્યું નેતૃત્વ
- રાજ્યની જેલમાં કરી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
- ખેડૂતોના હિતમાં જમીનોનો રિસર્વે કરાવવાનો નિર્ણય
- દરેક જિલ્લા અને તાલુકામાં સ્પોર્ટસ સંકુલ


ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ-અંબાજી નહિ, ગુજરાતના આ મંદિરમાં ઉમટે છે ભક્તોની વધુ ભીડ


એક વ્યક્તિ તરીકે ભૂપેન્દ્ર પટેલ મૃદુ સ્વભાવના છે, મિતભાષી છે, જો કે વાત જ્યારે મોટા નિર્ણયો લેવાની આવે, ત્યારે તેઓ પાછી પાની કરીને જોતાં નથી. જાહેર કાર્યક્રમોમાં તેઓ પોતાની આગવી છટાથી હાસ્ય પણ રેલાવે છે. સરકારના શરૂઆતના 100 દિવસમાં મોટા નિર્ણયો લેનાર ભૂપેન્દ્ર પટેલનું વિઝન ઘણું મોટું છે. લો પ્રોફાઈલ વ્યક્તિત્વ, તેમનું મોટું પાસું છે. આ જ કારણ છે કે પ્રધાનમંત્રી પણ વખતોવખત તેમની પ્રશંસા કરે છે.