ગુજરાતની જનતાના હિતમાં મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : ખેડૂતોને આ ભેટ આપીને ખુશ કરી દીધા
big decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય... ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી 15 માર્ચ 2024 સુધી અપાશે
Gujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની જનસુવિધા સુખાકારી વૃદ્ધિની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દિવાળી પહેલાં જ સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને આપી સિંચાઈ માટેના પાણીની ભેટ આપી છે. સિંચાઈ અને પીવા માટે 15 માર્ચ 2024 સુધી નર્મદાનું પાણી આપવા સરકારે નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધી આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનહિતકારી નિર્ણય લીધો છે.
ભારતીય નાગરિકતા લઈને કચ્છમાં સાસરીમાં રોકાઈને પાકિસ્તાની હિન્દુએ જાસૂસીનો ખેલ કર્યો
ઉત્તર ગુજરાત વિસ્તારને ‘સુજલામ સુફલામ યોજના’ અન્વયે તથા સૌરાષ્ટ્ર વિસ્તારને ‘સૌની યોજના’ દ્વારા આ પાણી અપાશે. પીવાના હેતુ માટે ૪,૫૬૫ MCFT અને સિંચાઈના ઉપયોગ માટે ૨૬,૧૩૬ MCFT મળી કુલ ૩૦,૮૦૧ MCFT પાણી અપાશે.
તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૩ થી ૧૫ માર્ચ ૨૦૨૪ સુધીના સમયગાળા માટે પાણીની જરૂરીયાતની અગ્રતા ધ્યાને લઈ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે-તે સમયની સ્થિતીને અનુલક્ષીને ઉપલબ્ધતા અનુસાર વધારે પાણી ફાળવવા પણ સરદાર સરોવર નર્મદા નિગમને દિશાનિર્દેશો આપ્યા છે.
પાકિસ્તાનને આપણી ગુપ્ત માહિતી મોકલતો એજન્ટ ગુજરાતમાંથી પકડાયો