અલકેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના માલગઢ ગામની એક યુવતીને વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેઇન વોશ કરી ધર્મપરિવર્તન કરાવતા તેમજ યુવતીના પિતાને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરી 25 લાખ રૂપિયા માંગતા યુવતીના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું મોટું નિવેદન સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીસાના માલગઢ ગામના પરિવારને ધર્મ પરિવર્તન કરવાને લઈને યુવતીના પિતાનો આત્મહત્યાના પ્રયાસનો મામલે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યુવતીઓને ફોસલાવી હાથમાં નારાસડી બાંધી, મંદિરોમાં જઇ હિન્દુઓના ખોટા નામ ધારણ કરી, યુવતીઓને ફોસલાવી ફસાવી લવ જેહાદ કરનારા વિધાર્મીઓ ચેતી જજો. હું ચીમકી આપું છું.


આ પણ વાંચો:- OLX પર કંઈપણ વેચતા પહેલા આ વ્યક્તિ વિશે ખાસ જાણી લેજો, નહીં તો...


વિધાર્મીઓ તમારા ધંધા બંધ કરી નાખજો નહિ તો આજે નહિ તો કાલે એનું પરિણામ ખુબ ખરાબ આવી શકે છે. માંડ ગુજરાત શાંત થયું છે. માંડ બનાસકાંઠા શાંત થયું છે. જો આ પ્રકારના હિન્દુ સમાજની દિકરીઓને પરેશાન કરવાનું ચાલુ કરશો તો ક્યારેય ચલાવી લેવામાં નહિ આવે. જ્યારે મને લોકોએ ખોબલે ખોલબે મત આપ્યા છે. ત્યારે મારી નૈતિક જવાબદારી છે કે, હિન્દુ સમાજની દીકરીઓ લવ જેહાદનો ભોગ ન બને.


ભલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ મૃદુ સ્વભાવના લાગતાં હોય પણ તે લવ જેહાદને ચલાવી નહિ લે. સુતેલા સિંહની પૂંછડી ઉપર વારંવાર કુદકા મારવાનું બંધ કરી દો, નહિતર સિંહ જાગશે અને પંજો મારશે તો ગોત્યા નહિ જડો એ સમજી લેજો. આ મારી સ્પષ્ટ ચેતવણી છે.


આ પણ વાંચો:- સત્તાની શતરંજ: PM મોદીના GUJARAT પ્રવાસ બાદ CM આક્રમક, આપ સામે હલ્લાબોલ બોલાવશે


શું છે સમગ્ર મામલો
સમગ્ર રાજ્યમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ધર્મ પરિવર્તનનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા પંથકમાં સામે આવ્યો છે. જેમાં ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા એઝાઝ મુસ્તુફા શેખ નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેઇન વોશ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. 


જોકે, તે બાદ યુવતીના ભાઈ આકાશનું બ્રેઇન વોશ કરી હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાવી અને હાઈકોર્ટના આદેશ અનુસાર આકાશ તેની માતા અને બહેન પિતાથી અલગ રહેવા જતા રહ્યા હતા. પરિવારથી વિખુટા પડેલા પિતા હરેશભાઈએ એઝાઝ પાસે તેમના પત્ની અને સંતાનો પરત માંગવા ગયા હતા. તો એઝાઝ સહિત 5 લોકોએ યુવતીના પિતા હરેશભાઈને પણ ધર્મપરિવર્તન કરાવવાનું કહી જો પરિવાર પરત જોઈતો હોય તો રૂ. 25 લાખની માંગ કરતા યુવતીના પિતા હરેશ ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ચિંતામાં રહેતા હતા.


આ પણ વાંચો:- ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂતોને આપવામાં આવશે સહાય, જાણો શું કહ્યું કૃષિમંત્રીએ


જોકે, બે દિવસ અગાઉ પિતા હરેશભાઈએ પાલનપુર પહોંચી કીર્તિસ્થભ નજીક આવેલા પાતાળેશ્વર મંદિર નજીક પહોંચી ઝેર ગટગટાવી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા એમ્બ્યુલન્સનો સંપર્ક કરી પીડિત હરેશભાઈને સરવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાની અને સમગ્ર ઘટનાની જાણ પીડિત હરીશભાઇના ભાઇ રાજુભાઇને કરાઈ હતી. જે બાદ રાજુભાઈ તાત્કાલીક હોસ્પીટલ દોડી આવ્યા હતા.


જોકે, રાજુભાઈ સમગ્ર મામલાને લઇ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચ્યા અને તેમના ભાઇએ હરેશભાઇને ધર્મ પરિવર્તન કરાવવા ત્રાસ આપવા મામલે તેમજ જો પરિવાર પરત જોયતો હોય તો રૂપિયા 25 લાખની ખંડણી માંગવા મામલે એઝાઝ મુસ્તુફા શેખ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.


આ પણ વાંચો:- 15 વર્ષની સગીરાએ પુત્રને આપ્યો જન્મ, પોલીસે સરપંચના પુત્રની કરી ધરપકડ


યુવતીના પિતાએ આત્મહત્યાની કોશિશ કરતા પોલીસે ફરિયાદ નોંધાતા પાલનપુર પૂર્વ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એઝાઝ મુસ્તુફા શેખ અને સતાર અબ્દુલ કાજીને ઝડપી પાડયા છે. જોકે, હજુ ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર છે. જેને લઈ પોલીસે આરોપીને ઝડપી પાડવા બે ટિમો કામે લગાડી છે અને આ આરોપીઓએ કાવતરું શા કારણે ઘડ્યું અને આ કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


ઝડપાયેલા આરોપી
- એઝાઝ મુસ્તુફા શેખ
- સત્તાર અબ્દુલ હાજી


આ પણ વાંચો:- Gujarat BJP નેતાઓ સાથે PM મોદીએ યોજી બેઠક, તૈયાર કરી ચૂંટણીની રણનીતિ


ફરાર આરોપી
- મુસ્તુફા પાપા શેખ
- આલમ પાપા શેખ
- સોહીલ સત્તાર શેખ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube