Gujarat Elections 2022 અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય ઘાટલોડિયામાં રોડ શો નીકળ્યો હતો. મેમનગરના સુભાષ ચોકથી બોડકદેવ સુધી ભવ્ય રોડ શોમાં મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ઘાટલોડિયા વિધાનસભામાં અંદાજિત 12 કિમી કરતાં લાંબો રોડ શોમા તેમને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાય હતો. અમદાવાદના ઘાટલોડિયામાં સીએમનો ભવ્ય રોડ શો મેમનગરના સુભાષ ચોકથી બોળકદેવ સુધી યોજાયો હતો. ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રીનો પોતાના મત વિસ્તારમાંનો આ રોડ શો ખાસ બની રહ્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઇ તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. મેમનગરના સુભાષ ચોકથી શરૂ કરી ઘાટલોડિયા વિધાનસભાના વિવિધ વિસ્તારમાં તેઓ ફરવા નીકળ્યા હતા. રોડ શો સુભાષ ચોક, નિકિતા પાર્ક, સત્તાધાર ક્રોસ રોડ, ગુલાબ ટાવર, ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર થઇ બોડકદેવ પહોંચશે. 



આપ
ઉમેદવારઃ વિજય પટેલ
ઉંમરઃ 40 વર્ષ
વ્યવસાયઃ શિક્ષક
અભ્યાસઃ માસ્ટર ઓફ એજ્યુકેશન
રાજકીય કારકિર્દી - પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે