Gujarat Tourism : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો ૪૫ કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.૯૩૭ કરોડ મંજુર કર્યા છે.


  • ભૂજ – નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર રોડ માટે ૯૩૭ કરોડ રૂપિયા મંજુર કર્યા

  • માતાના મઢ -  ધોરડો – સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં આ માર્ગ ફોર લેન થવાથી સુગમતા થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલની સ્થિતીએ ૧૦ મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે.


એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને  પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. 


આમ, ૪૫ કિ.મી.નો આ ભૂજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુકત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે. 


તમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશો