જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી વધતા ડ્રગ્સ માફિયા માટે ગુજરાતનો દરિયો બન્યો સેફ પેસેજ
કચ્છના જખૌ નજીક બોટ મારફતે પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડાતું કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કૉસ્ટગાર્ડે ગઈકાલે જપ્ત કર્યું છે. કૉસ્ટગાર્ડે અલ મદિના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 600 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. બોટમાંથી છ પાકિસ્તાની અને સાત ભારતીય સહિત 13 જણાંની અટકાયત કરાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :કચ્છના જખૌ નજીક બોટ મારફતે પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડાતું કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ કૉસ્ટગાર્ડે ગઈકાલે જપ્ત કર્યું છે. કૉસ્ટગાર્ડે અલ મદિના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યાં છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 600 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. બોટમાંથી છ પાકિસ્તાની અને સાત ભારતીય સહિત 13 જણાંની અટકાયત કરાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.
ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો
કૉસ્ટગાર્ડે આપેલી સત્તાવાર માહિતી મુજબ, બે દિવસ અગાઉ NTRO (નેશનલ ટેકનિકલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) અને DRI (ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ) દ્વારા પાકિસ્તાનથી ફિશીંગ બોટમાં ભારતમાં ડ્રગ્સની દાણચોરી થવાની માહિતી અપાઈ હતી. જેથી કૉસ્ટગાર્ડે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક ફાસ્ટ એટેક પેટ્રોલ બોટ અને બે ઈન્ટરસેપ્ટર બોટ સર્ચ ઓપરેશનમાં તૈનાત કરી દીધી હતી. સર્ચ ઓપરેશનમાં કૉસ્ટગાર્ડે ડોર્નિયર પ્લેનને પણ જોડ્યું હતું. દરમિયાન ગઈકાલે વહેલી પરોઢે પાકિસ્તાનના કરાચીથી નીકળેલી અલ મદિના બોટને ફિલ્મી ઢબે ઈન્ટરસેપ્ટ કરી તેમાં રહેલું કરોડોનું ડ્રગ્સ અને ખલાસીઓ ઝડપી લેવાયાં છે. હાલ ઝડપાયેલાં ડ્રગ્સની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરૉ સહિતની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. ઝડપાયેલાં શખ્સોની પૂછપરછમાં ATS સહિતની વિવિધ એજન્સીઓ પરોવાઈ છે. સમગ્ર ઓપરેશન અંગે મોડી રાત્રે વિધિવત્ માહિતી જાહેર કરાય તેવી શક્યતા છે. કૉસ્ટગાર્ડની ટીમને જોઈ બોટમાં સવાર શખ્સોએ ડ્રગ્સના પેકેટ્સ સમુદ્રમાં નાખવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ સતર્ક જવાનોએ તુરંત જ બોટ પર ધસી જઈ તેમાં સવાર ખલાસીઓને ઝડપી પાડ્યાં હતા. સમુદ્રમાં ફેંકી દેવાયેલાં સાત પેકેટ્સ પણ પરત કબ્જે કરાયાં છે. કૉસ્ટગાર્ડે જણાવ્યું છે કે, આ બોટ સંભવતઃ જખૌ અથવા ગુજરાતના અન્ય કોઈ સમુદ્રકાંઠે ડ્રગ્સની ડિલિવરી આપવાની હતી. જો કે, હાલ પૂછપરછ ચાલી રહી વધુ વિગતો જાહેર કરાઈ નથી.
2019-2035 સુધીમાં સુરત વિકાસના તમામ રેકોર્ડ તોડી નાંખશે, એક ઈન્ટરનેશનલ સરવેનો છે આ દાવો
કચ્છની જળસીમા ડ્રગ્સ ઘુસાડવા માટે બની સોફ્ટ એન્ડ સેફ પેસેજ
27 માર્ચ 2019ના રોજ ગુજરાત એટીએસ અને કૉસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદર તરફ જતી પાકિસ્તાની બોટમાંથી 500 કરોડની કિંમતના હેરોઈન સાથે 9 વિદેશી સ્મગલરોની ધરપકડ કરી હતી. એજન્સીઓથી બચવા સ્મગલરોએ હેરોઈન સહિત બોટને ફૂંકી મારી હતી. તેમ છતાં એટીએસએ 500 કરોડની કિંમતનું 100 કિલોગ્રામ હેરોઈન કબજે કર્યું હતું. બોટમાંથી ઝડપાયેલાં બે અફઘાની નાગરિકોની પૂછપરછમાં કચ્છને સાંકળતા વધુ એક ડ્રગ્સકાંડનો પર્દાફાશ થયો હતો. એટીએસની તપાસમાં 19 માર્ચ 2019નાં રોજ કચ્છના પિંગલેશ્વર કાંઠે 24 કરોડનું મેથામ્ફેટાઈમાઈન નામનું ડ્રગ્સ લેન્ડ થયું હોવાનું ખૂલ્યું હતું. આઈસના નામે પ્રચલિત ડ્રગ્સનો જથ્થો એટીએસએ દિલ્હીના પહાડગંજમાં રહેતાં કુન્ની નામના શખ્સના ઘરમાંથી જપ્ત કર્યો હતો.
ધોરણ-10 Result : A-1 ગ્રેડમાં આ 3 જિલ્લાનું સૌથી ખરાબ પર્ફોમન્સ
માંડવીના કાંઠે ગત વર્ષે 300 કરોડનું હેરોઈન ઉતરેલું
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટીએસએ દ્વારકામાંથી અઝીઝ અબ્દુલ ભગાડ નામના એક શખ્સને 15 કરોડના હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અઝીઝની પૂછતાછમાં ઘટસ્ફોટ થયો હતો કે, માંડવીના અબ્દુલ રઝાક સોતા ઊર્ફે રાજુ દૂબઈએ એપ્રિલ 2018માં પાકિસ્તાનથી બોટ મારફતે 300 કરોડની કિંમતના હેરોઈનનો જથ્થો માંડવી મગાવ્યો હતો. જેમાં તેણે માંડવીના રફીક સુમરા, શાહીદ સુમરા, અઝીઝ અબ્દુલ ભગાડની મદદ મેળવી હતી. બાદમાં આ ડ્રગ્સ ઊંઝા મારફતે પંજાબ-કાશ્મિરમાં ડિલિવર કરાયું હતું. આ પ્રકરણમાં એટીએસએ નેપાળથી રાજુ દુબઈ અને શ્રીનગરથી નઝીર એહમદ ઠાકર નામના શખ્સની પણ ધરપકડ કરી હતી.
રાજકોટ : પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની
જમ્મુ-કાશ્મિર અને પંજાબ સરહદે તણાવ અને સિક્યોરીટી વધતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ હવે ગુજરાતની જળસરહદે માદક પદાર્થોની તસ્કરી શરૂ કરી છે. ડ્રગ્સના નાણાંનો ઉપયોગ ટેરર ફંડીંગમાં થાય છે. પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ચાલે છે. જેના માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, કોસ્ટગાર્ડ આ મામલે ચાંપતી નજર રાખીને બેસ્યુ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV