ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો

અમદાવાદ જિલ્લાનું ધોરણ 10નું 71.50% પરિણામ આવ્યું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. 600માંથી 583 માર્ક મેળવીને 97.16% સાથે રાજ્યભરમાં શાશ્વત ઉપાધ્યાય પ્રથમ નંબરે આવ્યો છે. 

ધોરણ-10માં રાજ્યના ટોપર બનેલા શાશ્વતે પરિવારનો ટોપર રહેવાનો ક્રમ જાળવ્યો

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ જિલ્લાનું ધોરણ 10નું 71.50% પરિણામ આવ્યું છે, ત્યારે અનેક વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. 600માંથી 583 માર્ક મેળવીને 97.16% સાથે રાજ્યભરમાં શાશ્વત ઉપાધ્યાય પ્રથમ નંબરે આવ્યો છે. શાશ્વતે પોતાના પરિવારના રસ્તે ચાલીને ટોપર રહેવાનો ક્રમ જાળવી રાખ્યો છે. તેના પરિવારમાં માતા-પિતા, બહેન, બા તમામ ટોપર્સ રહી ચૂક્યા છે. તો જાણીએ આ ટોપર પરિવારની કહાની...

શાશ્વતના પરિવારની વાત કરવામાં આવે તો તેના પિતા ચિરાગ ઉપાધ્યાય પોતે ડોક્ટર છે. તો તેના માતા પૂર્વી ઉપાધ્યાય ગૃહિણી છે. શાશ્વતની બહેન શ્રુતિ સિવિલ હોસ્પિટલમાં MBBS બાદ MDનો હાલ અભ્યાસ કરી રહી છે. પણ, પરિવારના આ તમામ સદસ્યોને જોડતી એક બાબત એ છે કે, આ તમામ ટોપર્સ છે. શાશ્વતનો પરિવારનો દરેક સભ્ય તેમના અભ્યાસકાળ દરમિયાન ટોપર રહ્યો હતો. 90 ટકાથી વધુ પરિણામ લાવવું એ ઉપાધ્યાય પરિવારની પરંપરા છે. શાશ્વતના માતે પૂર્વી ઉપાધ્યાયે પણ 84 ટકા મેળવ્યા હતા. 

શ્રી ગણેશ વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા ટોપર શાશ્વત પોતાની સફળતા કહે છે કે, મહેનત તો બહુ જ છે. પણ પેહલા દિવસથી મહેનત કરીએ તો લાંબા ગાળે ફાયદો રહે છે. લાંબુ સીટિંગ ન કરીએ તો, 3 કલાક વાંચવુ વધુ સારું.  3 કલાકથી વધુ લાંબુ વંચાતુ નથી. તો તેના પિતા કહે છે કે, હું ડોક્ટર છું તેથી તેણે પણ ડોક્ટર બનવું તે શ્કય નથી. બાળકનું પોતાનું એક લક્ષ્ય હોય છે, અને સપના હોય છે. દરેકના પોતાના અલગ સપના હોય છે. તેથી તે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જશે તો મને ખુશી થશે. તો બહેને કહ્યું કે, મારો ભાઈ મારા માટે સ્ટાર છે. તે બહુ જ ફોકસથી ભણે છે. તેને આજુબાજનું ક્યારેય ધ્યાન રહેતુ નથી. તે ભણે છે તે જોઈને હું ખુશ છું. 

બા પણ હતા ટોપર 
આ સુશિક્ષિત પરીવારની વાત કરીએ તો, શાશ્વતના બા હાલ 84 વર્ષના છે. તેઓ ધોરણ-6માં અભ્યાસ કરતા હતા ત્યારે જ તેમના લગ્ન થયા હતા. પણ 1962માં ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં તેમણે શહેરમાં 8મો નંબર મેળવ્યો હતો. સમગ્ર પરિવાર જ જ્યારે અભ્યાસમાં આગળ જ રહ્યો છે, ત્યારે પિતા અને બહેન ડોક્ટર હોવા છતાં શાશ્વત પોતે એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ કરીને દેશની સેવા કરવા માગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news