Gujarat Tourism : ગુજરાતના દરિયા કાંઠે ડોલ્ફિનની વસ્તી ૬૮૦ નોંધાઈ છે. ગુજરાતના વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ગણતરી અનુસાર રાજ્યમાં ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફીન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના છે.


  • ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’

  • ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ ક્ષેત્રમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ 

  • ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર બની 

  • ગણતરીમાં વૈજ્ઞાનિક, નિરીક્ષકો, ક્ષેત્ર સહાયક મળીને ૪૭ વિશેષજ્ઞ જોડાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય વિસ્તારોની વાત કરીએ તો, કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરમાં ૧૦ તેમજ મોરબીના દરિયાકાંઠાના ક્ષેત્રોમાં ૪ ડોલ્ફિન જોવા મળી છે.આ ડોલ્ફિન  દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની છે. 


આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલે ઓક્ટોબરની આ તારીખ સાથે કરી ખતરનાક આગાહી


વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલી આ ગણતરી વૈજ્ઞાનિકો, નિરીક્ષકો, ક્ષેત્ર સહાયકો સહિત ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા. 


સૌથી વધુ ડોલ્ફિન ગુજરાતના આ દરિયામાં છે
સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના. કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮ વિસ્તારમાં ડોલ્ફિન મળી. ભાવનગરમાં ૧૦ તેમજ મોરબીમાં ૪ ડોલ્ફિન જોવા મળી.


મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ