ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોલેજ Gujarat Collage) કેમ્પસની લાઇબ્રેરી (Library) નું નામ ‘‘SYDENHAM LIBRARY’’થી બદલીને ‘‘વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય’’ કરવાનો નિર્ણય લેવાયો છે. આ જ રીતે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા ખાતેની સરકારી વિનયન કૉલેજનું નામ ‘‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani) વિનિયન કોલેજ’’ કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્વતંત્રતા સેનાની વીર શહીદ વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. જયારે ચોટીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ છે. 


આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગને ગુજરાત કોલેજ કેમ્પસની લાઇબ્રેરી અને ચોટીલા સરકારી વિનયન કૉલેજનું નામાભિધાન કરવા સંદર્ભે મળેલી દરખાસ્તના અનુસંધાને ઉપરોક્ત બંને સંસ્થાઓનું નામાભિધાન કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube