CM Bhupendra Patel Flag Off Train : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને  બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પ્રભુશ્રી રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદથી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરમતીથી રવાના કરાઈ ટ્રેન
અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીએ રવાના કરાવી હતી. આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ  ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો. 


ગુજરાતમાં ખાખીના વેશમાં લૂંટારા : અમદાવાદના એક PSI એ એક કરોડ લઈ બુટલેગરને જવા દીધો


ઓછા ભાડામાં અયોધ્યા લઈ જશે પેલેસ ઓન વ્હીલ્સ
હવે તમે શાહી ટ્રેનમાં સવારી કરીને અયોધ્યાની સફર કરી શકો છો. રાજસ્થાનની સૌથી રોયલ ટ્રેન પેલેસ ઓન વ્હીલ્સ હવે અયોધ્યાની સફર પણ કરાવશે. ગુજરાતની ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીએ RTDC સાથે કરાર કર્યા છે.  ગુજરાતની ક્યુબ કન્સ્ટ્રક્શન કંપની પ્રાઈવેટ લિમિટેડ તેનું સંચાલન કરે છે. અયોધ્યા લઈ જનારી આ ટ્રેનમાં દારૂ અને નોનવેજ પીરસવામાં નહિ આવે. કંપની ધાર્મિક યાત્રાઓ દરમિયાન મેનુમાંથી નોન વેજ હટાવી દેશે. પ્રવાસ દરમિયાન દારૂ મળશે નહીં. મુસાફરોને પીરસવામાં આવતા ભોજનમાં ડુંગળી અને લસણ નહીં હોય. ખાસ વાત એ છે કે જે પણ ધાર્મિક માર્ગો પરથી ટ્રેન પસાર થશે ત્યાં રામ અને કૃષ્ણની ધૂન સંભળાશે. 


ગુજરાતની ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીએ RTDC સાથે કરાર કર્યા છે. હાલમાં આ ટ્રેનના નવા લુક માટે 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીએ પેલેસ ઓન વ્હીલ્સ ચલાવવા માટે દર વર્ષે RTDC સાથે 5 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.