થઈ ગયું ફાઈનલ! આ જિલ્લાઓમાંથી નીકળશે રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા, ગુજરાતમાં 445 કિમી યાત્રા કરશે
Bharat Nyay Yatra : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં યોજાનાર રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા લોકસભા માટે માઈલસ્ટોન સાબિત થશે.... ગુજરાત કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકશે
Rahul Gandhi : ભારત જોડો યાત્રાની તર્જ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે મણિપુર થી મુંબઈ સુધી ‘ભારત ન્યાય યાત્રા’ પર જઈ રહ્યા છે. કોંગ્રેસની આ યાત્રા 14મી જાન્યુઆરીથી શરૂ થશે અને 20મી માર્ચ સુધી ચાલશે. રાહુલ ગાંધી એવા સમયે ન્યાય યાત્રા પર નીકળી રહ્યા છે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પીએમ મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. દેશની જ નહીં દુનિયાની નજર અયોધ્યા પર હશે. દરેક ગામ, શહેર અને નગરમાં દરેક જગ્યાએ માત્ર રામ મંદિરનો જ ઉલ્લેખ થતો હશે. જો ભાજપ રામ મંદિરના બહાને 2024ની લોકસભા ચૂંટણીનો એજન્ડા સેટ કરી રહી હશે, તો રાહુલ ગાંધી ઉત્તર-પૂર્વથી લઈને પશ્ચિમ ભારત સુધી ‘ન્યાય’નો નારો લગાવશે. ત્યારે આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે તેની વિગતો આવી ગઈ છે.
14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થશે
20 માર્ચે મુંબઈમાં પૂરી થશે
રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા કોંગ્રેસમા નવા પ્રાણ પૂરશે
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભારતીય રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભાજપને બે બેઠકો થી સત્તાના શિખરે પહોંચવામાં રામ મંદિરના મુદ્દાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે અને પાર્ટીની વ્યૂહરચના એ છે કે અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે ત્યારે તેની મદદથી જીતની હેટ્રિક ફટકારવામાં આવે. ભાજપે 2024ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપે દેશની કરોડો પ્રજાને બતાવવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટો રાજકીય તફાવત ઊભો કરવા માંગે છે.
લંડનમાં મોબાઈલમાં ફરતા થયેલા એક વીડિયોથી ગુજરાતીઓ ગભરાયા, જોઈને સૌના જીવ અદ્ધર થયા
ગુજરાતના 7 જિલ્લાને આવરી લેશે
રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાય યાત્રા રહેશે. રાહુલની યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ દેશમાં કુલ 6713 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં કુલ 100 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળતો એ લોકો સાથે રાહુલ ગાઁધી સંવાદ કરશે તેવી માહિતી અમિત ચાવડાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ યાત્રાનું મુખ્ય ટાર્ગેટ હશે.
આ 7 જિલ્લામા ફરશે યાત્રા
- સાબરકાંઠા
- પંચમહાલ
- દાહોદ
- ભરૂચ
- વડોદરા
- સુરત
- નર્મદા
ભારત ન્યાય યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે
રાહુલ ગાંધીએ ન્યાય યાત્રા માટે મકરસંક્રાંતિનો દિવસ પસંદ કર્યો છે, જેના દ્વારા તેમણે હિંદુ ભાવનાઓનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો છે, આને કોંગ્રેસની સારી રીતે વિચારેલી રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ થી શરૂ થતા સૂર્ય ઉત્તરાયણ પછી શુભ કાર્યો કરવામાં આવે છે. રાહુલ ગાંધી મણિપુર થી મુંબઈ સુધીની લગભગ 6200 કિલોમીટરની યાત્રા 67 દિવસમાં પૂર્ણ કરશે. આ યાત્રા 14 રાજ્યો (મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર)ના 85 જિલ્લાઓમાંથી પસાર થશે.
લંડનમાં મોબાઈલમાં ફરતા થયેલા એક વીડિયોથી ગુજરાતીઓ ગભરાયા, જોઈને સૌના જીવ અદ્ધર થયા
રાહુલ ગાંધી ન્યાય માટે અપીલ કરશે
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે આર્થિક અસમાનતા નો મુદ્દો ઉઠાવ્યો, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય સરમુખત્યારશાહી સામે અવાજ ઉઠાવ્યો, જે આજે દેશની વાસ્તવિકતા બની ગઈ છે. પરંતુ, આ વખતે ભારત ન્યાય યાત્રા આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાયના મુદ્દા ઉઠાવશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે રાહુલ ગાંધી આ દરમિયાન યુવાનો, મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સાથે વાત કરશે. તેમણે કહ્યું હતું કે આ યાત્રાનો હેતુ ''''બધા માટે ન્યાય'''' છે. રાહુલ ગાંધી મહિલાઓ, યુવાનો અને સામાન્ય લોકો માટે ન્યાય ઈચ્છે છે. અત્યારે બધું અમીર લોકો પાસે જઈ રહ્યું છે. આ યાત્રા ગરીબ લોકો, યુવા ખેડૂતો અને મહિલાઓની છે. રાહુલ ગાંધી ઉત્તર-પૂર્વથી લઈને પશ્ચિમ ભારત સુધીના દેશના લોકો માટે ન્યાયની વિનંતી કરતા જોવા મળશે.
નવસારીનો ગુમ સોનાનો ખજાનો મળ્યો : સોનુ જોઈ બગડી હતી મજૂરોની દાનત, 1900 માંથી 240 સિક