લંડનમાં મોબાઈલમાં ફરતા થયેલા એક વીડિયોથી ગુજરાતીઓ ગભરાયા, જોઈને સૌના જીવ અદ્ધર થયા
Attack On Gujarati In London : લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેતોનો જીવલેણ હુમલો, આસપાસના વિસ્તારના ભારતીયોને ઍલર્ટ રહેવા અપીલ
Trending Photos
Study Abroad : લંડનમાં રહેતા ભારતીયોના મોબાઈલ પર એક મેસેજ ફરતો થયો છે. જેને કારણે અનેક ભારતીયો ભયભીત બન્યા છે. લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેતો દ્વારા જીવલેણ હુમલો કરાયો. જેને કારણે આસપાસના વિસ્તારના ભારતીયોને ઍલર્ટ રહેવા અપીલ કરાઈ છે. આ વીડિયો થકી લોકોને સાવધ રહેવા અપીલ કરાઈ છે. અત્યાર સુધી અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે હવે લંડનમાં પણ હુમલાની ઘટનાથી ભારતીય થરથર ધ્રૂજી રહ્યાં છે. લંડનમાં એવી ઘટના બની કે, તમારા કોઈ સ્વજન લંડનમાં રહેતા હોય તો તમને ચિંતા થઈ જાય. લંડનમાં એક ગુજરાતી યુવક પર કેટલાક અશ્વેતો દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
કેનેડામાં સૌથી વધુ મોત
ગુજરાતીઓ સૌથી વધુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન જેવા દેશોમાં વસ્યા છે. અહી ન માત્ર ગુજરાતીઓની, પરંતુ ભારતીયોની મોટી વસ્તી છે. અમેરિકામાં ગુજરાતીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. સુખી સંપન્ન અને વેપાર ઉદ્યોગ ધરાવતા ગુજરાતીઓ લૂંટારુઓના નિશાને આવતા હોય છે. થોડા સમય પહેલા કેનેડામાં પણ ઉપરાઉપરી ભારતીય વિદ્યાર્થીઓના મોત થતા હતા. ગત જુન મહિનામાં અનેક ગુજરાતીઓના કેનેડામાં મોત થયા હતા. કેન્દ્ર સરકારે પણ આ આંકડા તાજેતરમાં જ આપ્યા હતા. ૨૦૧૮થી અત્યાર સુધીમાં કુદરતી કારણો અને અકસ્માતો સહિત વિવિધ કારણોસર વિદેશોમાં કુલ ૪૦૩ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે માહિતી આપી હતી. કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં રજૂ કરેલા ડેટા મુજબ કુલ ૩૪ દેશો પૈકી છેલ્લા પાંચ વર્ષમાં કેનેડામાં સૌથી વધુ ૯૧ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા હતા.
પાંચ વર્ષમાં ભારતીય સ્ટુડન્ટનાં મોત
કેનેડા 91
બ્રિટન 48
રશિયા 40
અમેરિકા 36
ઓસ્ટ્રેલિયા 35
યુક્રેન 21
જર્મની 20
સાયપ્રસ 14
ઇટાલી 10
ફિલિપાઇન્સ 10
લંડનમાં ગુજરાતી યુવક પર હુમલો
ત્યારે હવે ચિંતાના સમાચાર લંડનથી આવ્યા છે. લંડનમાં એક ગુજરાતી યુવક પર હુમલો થયો છે. કેટલાક અશ્વેત ઈસમો દ્વારા ગુજરાતી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાતી યુવક પર તીક્ષણ હથિયારથી કેટલાક અશ્વતો તૂટી પડ્યા હતા. થોડા દિવસો અગાઉ બનેલી ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જોકે, આ ગુજરાતી યુવક ગુજરાતના કયા જિલ્લાનો છે તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ યુવક ગુજરાતનો હોવાની ચર્ચા છે.
સાવચેત રહેવાના મેસેજ સાથે વાયરલ થયો વીડિયો
લંડનના અપટોન પાર્ક સ્ટેશન પાસે હુમલાની આ ઘટના બની હતી. હુમલા બાદ યુવકની સારવાર કરતા સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે, લંડનમાં રહેતા ગુજરાતીઓને સાવચેત રહેવાના મેસેજ સાથે આ વીડિયો હાલ દરેકના મોબાઈલ પર ફરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતી યુવકો અને યુવતીઓ વિદેશની વાટ પકડે છે. જેમાં યુકે પણ સૌથી આગળ છે. યુકેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને યુવાનો વીઝા મેળવી અભ્યાસ અને રોજગાર માટે ગયા છે. હાલ યુવક હાલ સારવાર હેઠળ હોવાની પ્રથામિક જાણકારી બહાર આવી છે. સાથે જ યુવક ગુજરાતનો હોવાની ચર્ચા છે. ઘટના સમયે હાજર કેટલાક ભારતીયો દ્વારા આ વીડિયો બનાવાયો હોવાનું કહેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે