Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની ગઈકાલથી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના તમામ ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરશે. શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા જશે, આ દરમિયાન પ્રદેશના નેતાઓ હાજર રહેશે. 15 એપ્રિલથી કોંગ્રેસના ઉમેદવાર તબક્કાવાર રીતે ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રૂપાલા 5 લાખ વાર માફી માંગે તો પણ નહિ, મા ખોડલને પ્રાર્થના છે કે ચૂંટણીમાં ખસી જાય'


ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. ફોર્મ ભરાવવા પ્રદેશ નેતાઓ જિલ્લા સેન્ટરો પર સાથે રહેશે. જેમાં 15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલી લોકસભાના ઉમેદવારો ફોર્મ ભરશે. 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, પોરબંદરના ઉમેદવારો ફોર્મ ભરશે. પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, સુરતના ઉમેદવાર ૧૮ એપ્રિલે ફોર્મ ભરશે. શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિતના આગેવાનો ફોર્મ ભરાવવા જશે. 


ગુજરાતના 3 જિલ્લામાં સમીસાંજે ભારે પવનો સાથે વરસ્યો મેઘો; હવે જો આ આગાહી સાચી પડી તો


15 એપ્રિલ 2024


  • બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર

  • સુરેન્દ્રનગર- ઋત્વિક મકવાણા

  • જામનગર - જે પી મારવિયા

  • બારડોલી - સિદ્ધાર્થ ચૌધરી 


ગુજરાતમાં ખાખી પહેરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર; ભરતી બોર્ડનો સમગ્ર કાર્યક્રમ


16 એપ્રિલ 2024


  • કચ્છ - નિતેશ લાલન

  • સાબરકાંઠા - ડૉ.તુષાર ચૌધરી

  • ગાંધીનગર - સોનલ પટેલ

  • અમદાવાદ પશ્ચિમ - ભરત મકવાણા

  • અમરેલી - જેનીબેન ઠુમ્મર

  • છોટા ઉદેપુર - સુખરામ રાઠવા 

  • વલસાડ - અનંત પટેલ

  • પંચમહાલ - ગુલાબસિંહ ચૌહાણ

  • પોરબંદર - લલિત વસોયા


રામનવમીથી શરૂ થશે આ જાતકોના અચ્છે દિન, ગુરૂ ચાલ બદલી બનાવશે માલામાલ


18 એપ્રિલ 2024


  • પાટણ - ચંદનજી ઠાકોર

  • જૂનાગઢ - હીરાભાઈ જોટવા

  • આણંદ - અમિત ચાવડા

  • ખેડા - કાળુસિંહ ડાભી

  • દાહોદ - ડૉ.પ્રભાબેન તાવિયાડ

  • વડોદરા - જસપાલસિંહ પઢિયાર

  • સુરત - નિલેશ કુંભાણી


5 લોકસભામાં પ્રભુત્વ ધરાવતો સમાજ રૂપાલાથી નારાજ, ભાજપને દાવ ખેલ્યો પણ ઉંધો પડ્યો


ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.