ગુજરાતના ત્રણ જિલ્લામાં સમીસાંજે ભારે પવનો સાથે વરસ્યો મેઘો; હવે જો આ આગાહી સાચી પડી તો..!

Gujarat Unseasonal Rain: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે કચ્છ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાતળા, તરશિંગજા, રાજસ્થળી, ગઢિયા અને ચાંવડમાં કમોસમી વરસાદ પડ્યો. 

1/7
image

તો કચ્છના ભુજ તાલુકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગોંડલમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે. હજુ પણ 2 દિવસ માવઠાની હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  

2/7
image

ઉલ્લેખનીય છે કે આગામી 48 કલાક દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. તો આગામી બે દિવસ પછી સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને અકળામણનો અનુભવ થશે. વરસાદ પછી તાપમાનનો પારો ઉંચકાશે.  

3/7
image

કચ્છ વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે. કચ્છના અંજાર, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અંજાર, હીરપરા, રતનાલ, સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે. ભુજમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ભુજના ખેંગારપર, મોખાણા, નડાપા ઉપરાંત અંજાર, હીરપરા, રતનાલ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.

4/7
image

રાજ્યમાં ભરઉનાળે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ સક્રિય થઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં વરસાદની આગાહી છે. પરંતુ બે દિવસ બાદ તાપમાન ઉંચકાવવાની શરૂવાત થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના ડિસ્કમ્ફર્ટ કંડીશન જોવા મળશે. વરસાદી સિસ્ટમ અને બફારાના કારણે અકળામણ અનુભવાશે. પરંતુ આજે મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.

5/7
image

આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 11 મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 

6/7
image

આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે.  આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.

7/7
image

રાજ્યમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગાજવીજ સાથે કોઈ કોઈ વિસ્તારમાં પ્રીમોનસુંન વરસાદની શક્યતા છે. આવતીકાલે મધ્ય ગુજરાત,કચ્છ,ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંજના સમયે પ્રીમોનસૂન એકટીવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રીમોનસૂન એકટીવિટી લાવી શકે.