ગૌરવ પટેલ, અમદાવાદ: 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી, આજે ઓલ ઈંડિયા કોંગ્રેસ પાર્ટીનો 136મો સ્થાપના દિવસ છે. સેવા સમર્પણ અને બલિદાનની ભાવના સાથે સ્થાપના કરવામાં આવી હતી. માત્ર 75 પ્રતિનિધિઓની હાજરીમાં મુંબઇમાં પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. સર એલન આક્ટોવિયન હ્યૂમ, દાદાભાઈ નૌરોજી અને દિનશા વાચ્છાએ 28 ડિસેમ્બર 1885ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. એટલે દર વર્ષે 28 ડિસેમ્બરના દિવસે કોંગ્રેસ પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus Vaccine: આજથી ગુજરાતમાં વેક્સીનનું મોક ડ્રિલ, બે દિવસ ચાલશે ટ્રાયલ રન


ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ સ્થાપના દિન નિમિત્તે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધ્વજારોહણ કરશે અને પ્રદેશ પ્રમુખ સાથે સેવાદળના કાર્યકરો કોંગ્રેસના ધ્વજને સલામી આપશે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અંગ્રેજોની સામે વર્ષો સુધીની લડાઈ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશ જોડાયો હતો અને કોંગ્રેસની વિચારધારાએ રાષ્ટ્રનિર્માણ માટેના કાયદાઓ અને નીતિઓ બનાવી છે. 

રાજ્યમાં ફરી વળ્યું ઠંડી નું કાતિલ મોજું, 7 શહેરોમાં સિંગલ ડિજીટમાં તાપમાન, હજુ ઠંડી વધશે
 
અમિત ચાવડાએ સરકાર પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે આઝાદ ભારતમાં પહેલી સરકારે બંધારણની રચના કરી હતી. પરંતુ આજના શાસનમાં પણ સ્થિતિ એવી છે કે જે સંસ્થાઓ અને સંસાધનોને મુઠ્ઠીભર લોકોના હાથમાં સોંપવામાં આવી રહ્યું છે. લાખોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરે પણ વાત સાંભળવામાં આવતી નથી. કોંગ્રેસ પણ જો લોકોનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો પણ દબાવવામાં આવે છે. 


આપણે એ વિચારધારાના સૈનિકો છીએ જે ક્યારેય ઝુક્યા નથી, ખેડૂતો, બેરોજગારો, વેપારીઓ કે કોઈ પણ બાબત હોય અવાજ ઉઠાવશું. વડવાઓની વિચારધારાની જેમ આજે પણ સંકલ્પ કરીને આગળ વધવાનો પ્રણ કરીએ. સેવાદળ જે રીતે અત્યાર સુધી કામ કરતું આવ્યું છે એ જ રીતે આગળ પણ કામ કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube