ઝી ન્યૂઝ/અમદાવાદ: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાર્દિક પટેલના પાર્ટીમાં અસંતોષ વચ્ચે કોંગ્રેસ પાર્ટી છોડવાનું હાલ પુરતુ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે હાર્દિક પટેલને મનાવી લીધો હોવાની માહિતી મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને એક ઠપકો આપ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને ગુજરાતમાં સ્થાનિક નેતૃત્વને તક આપવાની સુચના આપી છે.


મહત્વનું છે કે, પાર્ટી વિરુદ્ધ નિવેદનો આવ્યા બાદ ગઈકાલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા. હાર્દિક પટેલનો નિવેદનબાજીનો રઘુ શર્મા દ્વારા દિલ્હીમાં રિપોર્ટ મોકલાયો હતો. જેના બાદ રવિવારે હાર્દિક પટેલ દિલ્હી ગયા હતા. જ્યાં કોંગ્રેસના હાઈકમાન્ડે હાર્દિકનો પક્ષ લઈને તેને મનાવી દીધો છે. હાર્દિક પટેલનું ગુજરાતમાં એક આગવું સ્થાન અને પટેલ સમાજમાં સારું એવું વર્ચસ્વ ધરાવ છે. ત્યારે હાઈકમાન્ડે તમામ પાસાઓ પર વિચાર કરીને હાર્દિકને મનાવી દીધો છે અને તેમણે હાર્દિકની દરેક વાતો પર ધ્યાન આપીને કોંગ્રેસના પ્રભારી રધુ શર્માને ખખડાવ્યા હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને ગુજરાતમાં સ્થાનિક નેતૃત્વને તક આપવાની સુચના આપી છે. 


હાર્દિક પટેલની નારાજગી ધીરે ધીરે વધી રહી છે અને તેના નિવેદનો સામે આવી રહ્યાં છે. ત્યારે દિલ્હી કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને બુલાવો આવ્યો હતો. જેમાં રવિવારે તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મળ્યા હતા. જ્યાં હાર્દિકે ગુજરાત કોંગ્રેસમાં પોતાની અવગણના થતી હોવાનું જણાવ્યુ હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube