ગૌરવ દવે/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 36 ધારાસભ્યોને પડતા મુકાયા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી હજુ 5 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. બીજી બાજુ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે. આ સાથે જ કોંગ્રેસ અનેક ધારાસભ્યોને રિપીટ કર્યાં છે. 


કોંગ્રેસનો કઈ 20 બેઠકો પર પેચ ફસાયેલો છે?
ગુજરાત કોંગ્રેસ ચૂંટણીના પ્રથમ તબક્કાની 20 બેઠક પર હજુ પણ અસમંજસમાં છે. હજુ સુધી કોંગ્રેસ 20 બેઠકના ઉમેદવારો જાહેર કર્યા નથી. કચ્છની 1, સૌરાષ્ટ્રની 14, દક્ષિણ ગુજરાતની 5 બેઠકને લઈ ગુજરાત કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે. હવે તમને જણાવીએ કે કોંગ્રેસનો કઈ બેઠક પર પેચ ફસાયેલો છે. જેમાં રાપર બેઠક પર સંતોકબેનને ટિકિટ આપવા મુદ્દે કોંગ્રેસ મુંઝવણમાં છે. જંબુસરના સીટિંગ ધારાસભ્ય સંજય સોલંકીને લઈ કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube