અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના MLA જીજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને અમદાવાદ મેટ્રો પોલિટન કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે જીજ્ઞેશ મેવાણી સહિત 19 લોકો પર આરોપ લાગ્યો હતો કે 2017માં યુનિવર્સિટીમાં આકાર પામેલ કાયદા ભવનનું નામ બદલવાના મુદ્દે તોડફોડ કરી હતી. જોકે હવે તા. 17.10.2022 સુધી સેશન્સ કોર્ટમાં અપીલ સારું સજા પર સ્ટે મુકવામાં આવ્યો છે અને આરોપીઓને જામીનમુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.


ગુજરાત યુનિવર્સિટીમાં આકાર પામેલ કાયદા ભવનનું નામ બદલવાના વિરોધ દરમિયાન થયેલી હિંસાને લઈને કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં 20 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી આરોપી નંબર 7 નું મોત થઈ ગયું છે. અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરિયા સહિત 19ને છ મહિનાની જેલની સજા ફટકારી છે.


સમગ્ર કેસમાં નોંધાયેલા ત્રણ કેસમાં કોર્ટે સજા સંભળાવી છે. પહેલા કેસમાં તેમને 6 મહિનાની જેલ, બીજા કેસમાં 500 રૂપિયા અને ત્રીજા કેસમાં 100 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે.


શું છે સમગ્ર કેસ ?
વર્ષ 2017માં ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનનું નામ બદલવા મુદ્દે તોડફોડ કરવામાં આવી હતી. જેમાં આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં.21 દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. આ તોડફોડ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 19 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કાયદા ભવનનું નામ બદલવાને લઇ યુનિવર્સિટીમાં થયેલી તોડફોડ કેસમાં મેટ્રોપોલીટન કોર્ટે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સહિતના આરોપીઓને 6-6 મહિનાની સજા ફટકારવામાં આવી છે, જોકે આ કેસમાં કોર્ટ દ્વારા જામીન પણ આપવામાં આવ્યા છે. ત્યારે હવે જીજ્ઞેશ મેવાણી સેશન્સ કોર્ટમાં અપીલ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube