ચૂંટણી સમયે ગુજરાતની અવગણના હવે લાલજાજમ કેમ, 17 સીટો માટે જવાબદાર કોણ?
Bharat Jodo Yatra 2.0: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભારત જોડો યાત્રાના બીજા તબક્કા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીને મોકલેલા આમંત્રણમાં પ્રદેશ એકમે રાજ્યથી યાત્રા શરૂ કરવાનો આગ્રહ કર્યો છે. એકમે તે માટે જરૂરી કારણ ગણાવ્યા છે.
અમદાવાદઃ Bharat Jodo Yatra 2.0: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાની બીજા ચરણ માટે આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા આમંત્રણમાં રાજ્ય એકમે ગુજરાતમાંથી યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. એકમે આ માટે જરૂરી કારણોની ગણતરી કરી છે પણ હવે સવાલો ઉઠ્યા છે કે ગુજરાતની ચૂંટણી સમયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી ગુજરાતને બાકાત રાખ્યું હતું. વિધાનસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની સૌથી વધારે જરૂર ગુજરાતમાં હતી એ સમયે રાહુલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થઈ પણ પડોશી રાજ્ય ગુજરાતને બાકાત રખાતાં ગુજરાતમાં કોંગ્રેસ 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. આ પહેલાંની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો એ રાહુલ ગાંધીને આભારી હતો. આમ છતાં રાહુલ ગાંધી કે કોંગ્રેસે એક પણ સભા કરવાનું મુનાસિબ માન્યું ન હતું. હવે ગુજરાત કોંગ્રેસ કેમ લાલજાજમ પાથરે છે એ સૌથી મોટો સવાલ છે.
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પરથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાના પ્રારંભ માટે ગુજરાત કોંગ્રેસે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે આ સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાજ્યમાંથી યાત્રા કાઢવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના મહત્વ પર ભાર મૂકતા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમે રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવા આમંત્રણ આપ્યું છે. ગુજરાતથી યાત્રા શરૂ કરવાનું પોતાનું મહત્વ છે. ચાવડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પોતાની યાત્રા શરૂ કરી શકે છે. આ યાત્રા ગાંધી જયંતિના દિવસે શરૂ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ શું પાટીલ થશે રીપિટ? ભાજપ પ્રદેશ અધ્યક્ષનો કાર્યકાળ પૂરો, દિલ્હીનું નરો વા કુંજરો વા
ગુજરાતને નહોતું મળ્યું સ્થાન
ગુજરાતને પ્રથમ તબક્કામાં સ્થાન મળ્યું નથી. ત્યારે ચૂંટણી વચ્ચે રાજ્ય એકમ તરફથી અનેક સવાલો પૂછવામાં આવ્યા કે, ગુજરાતને યાત્રામાં સ્થાન કેમ ન મળ્યું? ગુજરાત કોંગ્રેસ હવે બીજા તબક્કાને લઈને ઉત્સાહિત છે અને ઈચ્છે છે કે યાત્રા રાજ્યમાંથી શરૂ થાય. રાજ્યના આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની મજબૂત હાજરી છે, જો કે, 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આ વિસ્તારોમાં AAP દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને કારણે, પરિણામો પાર્ટીની તરફેણમાં ગયા ન હતા અને માત્ર 17 બેઠકો જીતી શક્યા હતા.
કોંગ્રેસ હવે ભારત જોડો યાત્રાના બીજા તબક્કા સાથે તેની પરંપરાગત વોટ બેંક સાથે ફરી જોડાવવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ માટે ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો રાજકીય કૂચ કરતાં ઘણો વધારે છે. ભારત જોડો યાત્રાનો પ્રથમ તબક્કો 7મી સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થયો હતો જે 130 દિવસ પછી કાશ્મીરમાં સમાપ્ત થયો હતો. તેમાં 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદના પાટીદાર પરિવારનો એકનો એક દીકરો લંડનમાં ગુમ, ચાર દિવસથી કોઈ અત્તોપત્તો નથી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube