અમદાવાદના પાટીદાર પરિવારનો એકનો એક દીકરો લંડનમાં ગુમ, ચાર દિવસથી કોઈ અત્તોપત્તો નથી
Study Abroad : અમદાવાદનો પાટીદાર પરિવારના એકના એક દીકરા કુશ પટેલનો 10 ઓગસ્ટથી પરિવાર સાથે કોઈ સંપર્ક નથી... તેને કોલેજ દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી
Trending Photos
Ahmedabad Youth Missing In London : અમેરિકા અને કેનેડામાં ગુજરાતીઓ પર ઘાત બેઠી છે. આ બે દેશોમાં ગુજરાતીઓ સાથે અપહરણ, લૂંટ, હત્યા, ગાયબ થવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યાં હવે યુકેની ધરતી પણ ગુજરાતીઓ માટે સલામત નથી રહી તેવુ લાગી રહ્યું છે. અમદાવાદનો એક પાટીદાર યુવક લંડનની ગલીઓમાં ગુમ થયો છે. ચાર દિવસથી તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક થયો નથી. 10 ઓગસ્ટથી તેનો મોબાઈલ સંપર્ક બહાર બતાવે છે. ત્યારે લંડન પોલીસ પણ હાલ આ યુવકની શોધખોળમાં લાગી છે.
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ગત વર્ષે 2022 ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું. પરંતું 10 ઓગસ્ટથી કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી. તે 10 ઓગસ્ટ બાદથી કોઈને જોવા મળ્યો નથી. અમદાવાદમાં રહેતા તેના માતાપિતા આ કારણથી ચિંતાતુર બન્યા છે.
કુશનો સંપર્ક ન થયા તેઓએ કુશના રૂમમેટ સાથે વાત કરી હતી, પરંતું રુમમેટને પણ તેના વિશે કોઈ ખબર ન હતી. તેથી તેના માતાપિતાએ લંડનની વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તેથી લંડન પોલીસે હાલ કુશની શોધખોળ શરૂ કરી છે. બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થવાના હતા. કુશ પટેલને પરિવારને આ તમામ બાબતે જવાબ શું આપશે અને હિસાબ આપવાની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની આશંકા છે.
આ વચ્ચે એવી વાત પણ સામે આવી છે કે, લંડન પહોંચ્યા ના બે સપ્તાહ બાદ કોલેજ દ્વારા તેને જતા રહેવા માટે નોટિસ અપાઈ હતી. કોલેજમાં અટેન્ડન્સ ના અભાવ અને ફીને લઈને નોટિસ અપાયાની ચર્ચા હતી. તેમજ બીજી એક શંકા એ પમ છે કે, આગામી બે કે ત્રણ મહિનામાં કુશ પટેલના વિઝા પણ પૂર્ણ થઈ રહ્યા છે. તેથી કુશ પટેલને આ બાબતે ચિંતા થઈ રહી હતી. તે હવે પરિવારને આ તમામ બાબતે જવાબ શુ આપશે અને હિસાબ આપવાની ચિંતા હોવાથી તે મોબાઇલ બંધ કરીને ક્યાંય જતો રહ્યો હોવાની પોલીસને શંકા છે.
કુશ પટેલ પરિવારનો એકનો એક આધાર છે. કારણ કે, તે લંડનમાં નોકરી કરીને જે રૂપિયા કમાતો હતો, તેનાથી અમદાવાદમાં તેના પરિવારનું ગુજરાન ચાલે છે. તેના પિતાને શારીરિક તકલીફ છે, તેમજ તેના માતા પણ હાઉસવાઈફ છે. હાલ કુશના દાદીના પેન્શનથી ઘર ચાલે છે. તેથી પટાદીર પરિવાર પોતાના વ્હાલસોયાના પરત લાવવા માટે ચિંતાતુર બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે