પાછલા બારણે ગુજરાતમાં દારૂબંધીની છૂટછાટ આપવાનો સરકારનો માસ્ટરપ્લાન
Liquor Permission In Gift City : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા જામ્યું રાજકીય ઘમાસાણ... વિપક્ષના આરોપ પર ઋષિકેશ પટેલે કહ્યુ- ગુજરાતના વિકાસકાર્યોમાં વિપક્ષે હંમેશા હાડકા નાંખ્યા છે...
Gujarat Congress On Gift City Liquor Permission : ગાંધીનગર જી.. હાં... ગાંધીનગર.... મહાત્મા ગાંધીના નામ પર આવેલો આ જિલ્લો હાલ સરકારના એક નિર્ણયથી ગુજરાતમાં ખબરોની યાદીમાં ટોપ પર છે. મહાત્મા ગાંધી જે દારૂનો વિરોધ કરતા હતા તે દારૂ મહાત્મા ગાંધીના નામથી પ્રખ્યાત ગાંધીનગર જિલ્લામાં આવેલા ગિફ્ટ સિટીમાં મળશે. સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. વિપક્ષ દારૂની છૂટ મામલે સરકાર પર સતત પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકરના નિર્ણયની ટીકા કરી છે. વિપક્ષનું કહેવું છે સરકાર રાજ્યમાંથી પાછલા બારણેથી દારૂબંધી હટાવવા માટે કાવતરુ કરી રહી છે.
દારુ પર રાજકીય ધમાસાણ
ગિફ્ટ સિટીને દારૂની ભેટ પર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર GIFT સિટીમાં દારૂની છૂટનો મામલે ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રગતિ, શાંતિ અને સલામતિ દારૂબંધીના કારણે છે. આટલી સરકાર આવી પણ કોઈએ દારૂબંધી ન હટાવી જોઈએ.
પાનના ગલ્લે ચર્ચા વધી, ગિફ્ટ સિટીની જેમ ગુજરાતના અન્ય શહેરોમાં પણ દારૂબંધી હટશે ખરી
અલ્પેશ ઠાકોર ફરી ગયા! દારૂબંધીના આંદોલનના હીરોના સૂર બદલાયા, અભી બોલા અભી ફોક