પાનના ગલ્લે અને ચાની રેંકડી પર ચર્ચા વધી, ગિફ્ટ સિટીની જેમ ગુજરાતના અન્ય શહેરોમાં પણ દારૂબંધી હટશે?

Liquor Permission In Gift City : શું ગુજરાતમાં દારૂબંધી હટવાની રાહ જોઈ રહ્યા છો? સરકારના પ્રવક્તા મંત્રીનો આડકતરો ઈશારો
 

પાનના ગલ્લે અને ચાની રેંકડી પર ચર્ચા વધી, ગિફ્ટ સિટીની જેમ ગુજરાતના અન્ય શહેરોમાં પણ દારૂબંધી હટશે?

Liquor Ban In Gujarat : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાની સરકારની જાહેરાત બાદ સમગ્ર ગુજરાતમાં હરખની હેલી જોવા મળી છે. દમણ, દીવ, ગોવા જઈને રૂપિયાનો ધુમાડો કરતા ગુજરાતીઓને હવે આશા જાગી છે કે ગુજરાતભરમાંથી દારૂબંધી હટશે. ત્યારે લોકોને મનમાં સવાલ એ થઈ રહ્યો છે કે ગિફ્ટ સિટી પછી હવે કોનો વારો. લોકો જાણવા આતુર છે કે, ગિફ્ટ સિટી બાદ કયા વિસ્તારોમાં દારૂબંઘી હટશે. આજે ગામે ગામના પાનના ગલ્લે તો ચાની રેંકડીઓ પર ચર્ચાઓ વધી છે કે, બીજે ક્યાં દારૂબંધી હટી શકે છે. તો જવાબ પણ અહીથી જ મળી રહ્યા છે. લોકોને આશા છે કે, ગિફ્ટ સિટી બાદ સુરતના ડાયમંડ બુર્સ, કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર અને ટેન્સ સિટીમાં પણ દારૂબંધી હટાવવાનો ભવિષ્યમાં નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે, હવે સરકારના ધારાસભ્યો અને મંત્રીઓ જ આ બાબતને સમર્થન આપી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં દારૂબંધી ભવિષ્યમાં હટે તેવો આડકતરો ઈશારો પણ આપી રહ્યાં છે.

ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે 
શહેરની ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. ગાંધીનગરમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે. આ મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

ગુજરાતના ત્રણ શહેરોની છે દારૂબંધી હટાવાવની માંગ

ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે.

દારૂની 'ગિફ્ટ' કેમ?

  • વિદેશી નિવેશકો, મોટા કલાયન્ટને ફાયદો
  • રોકાણ કરનાર આવનારા લોકો વધશે
  • ગિફ્ટ સિટીની આર્થિક પ્રવૃતિઓને વેગ મળશે
  • ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પુરી પાડવાનો સરકારનો હેતુ
  • સુરત અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં છૂટ મળી શકે
  • ભવિષ્યમાં નવી ગાઈડલાઈન નવા નિયમ આવી શકે

બહારથી આવનારા લોકો માટે આ નિર્ણય લેવાયો
ગિફ્ટસિટીમાં દારૂબંધીમાં અપાયેલી છૂટછાટ મામલે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર હંમેશા રાજ્યની પ્રગતિનું વિચારતી આવી છે. દેશમાં ગુજરાત કેવી રીતે આગળ વધે તે પ્રધાનમંત્રી વિચારે છે. ગુજરાતની પ્રગતિ કેવી રીતે થાય , નાણાંકીય સંસ્થાઓ આવે, બેન્કિંગ ક્ષેત્ર આવે વિદેશની કંપનીઓ આવે તે માટે આ નિર્ણય લેવાયો છે. બહારથી આવવા વાળા લોકોની લાઈફ સ્ટાઇલ અલગ હોય છે, આપણી લાઈફ સ્ટાઇલ જુદી છે. નાણાંકીય વ્યવહાર થતો હોય તો તેને અનુકૂળ વાતાવરણ મળે તે માટે નિર્ણય કરાયો છે. આવનારા દિવસોમાં બિઝનેસની ઓપોર્ચ્યુનીટીમાં ક્યાંય પ્રોબલેમ આવતી હતી તે સોલ્વ થઈને વધુ આગળ વધશે. ટેલેન્ટ આવે પછી તેને સાચવવું પણ એ આપણી જવાબદારી છે. ગિફ્ટ સિટી આર્થિક પ્રવાહ માટેનું પ્રવાહ છે, આર્થિક હબ છે. દેશમાં 2001 થી 21મી સદીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત મોડલ પ્રસ્થાપિત થયું છે. ગુજરાતને મોટું હબ બનાવવા માટે આ મહત્વનનો ભાગ ભજવશે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) December 23, 2023

 

હાલ આ નિર્ણય ગિફ્ટ સિટી પૂરતો 
પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું કે, અત્યારે ફક્ત ગુફત સીટી પૂરતો જ આ નિર્ણય છે. હાલ આંય એકેય પ્રવાસી સ્થળો માટે આવો વિચાર નથી. તો કોંગ્રેસના રાજકીય આરોપ મામલે જવાબ આપતા કહ્યું કે, 2001 થી નવી સદીની શરૂઆત થઈ છે. ભવિષ્યને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. સંકુચિતતાને બાજુએ મુકી વિચારવું પડે. 

ગિફ્ટ સિટીના રીક્ષાચાલકો હરખાયા 
ઉલ્લેનીય છે કે, રાજ્ય સરકારે ઐતિહાસિક રીતે ગિફ્ટ સિટીમાં દારૂની મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પર અનેક લોકોના મત મતાંતર હોઈ શકે છે. જોકે ગિફ્ટ સિટીની અંદર જ ગાડી રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન કરતા ચાલકો ખુશખુશાલ છે. સરકારના આ નિર્ણયથી તેમની રોજીરોટીમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news