Gujarat Election: કોંગ્રેસ 20 વર્ષે એવું તો શું શીખી? પીએમ મોદીએ પણ લેવી પડી નોંધ
Gujarat Election: ગુજરાત અને દેશને કોંગ્રેસમુક્ત કરવાની પહેલ નરેન્દ્ર મોદી દ્વારા જ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કોગ્રેસ મુક્ત ભારતની કલ્પનાનો વિચાર પ્રજા સમક્ષ મુક્યો હતો.
હિતલ પારેખ/ગાંધીનગર: સામાન્ય રીતે ગુજરાત કે દેશમાં કોગ્રેસને ભાજપની ટીકાઓનો જ સામનો કરવો પડતો હોય છે. જો કે છેલ્લા બે દિવસથી કોગ્રેસના કાર્યકરો ખુશ થાય તેવી વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સભામાં કરી રહ્યા છે. કોગ્રેસના કાર્યકરોને પણ નરેન્દ્ર મોદીનુ પ્રવચનમાં સારી રીતે કોગ્રેસનું નામ લેતા આશ્ચર્યમાં મુક્યા છે. જો કે રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે, કોગ્રેસ મોડે મોડે કંઇક શીખી ખરી...
કોગ્રેસને સૌથી વધુ ડેમેજ કરવામાં ભાજપ સફળ
ગુજરાત અને દેશને કોંગ્રેસમુક્ત કરવાની પહેલ નરેન્દ્ર મોદી દ્વારા જ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કોગ્રેસ મુક્ત ભારતની કલ્પનાનો વિચાર પ્રજા સમક્ષ મુક્યો હતો. કોગ્રેસને રાજકીય રીતે સૌથી વધુ ડેમેજ કરવામાં ભાજપ સફળ રહ્યું. કોગ્રેસ મુક્ત કરવા માટે ભાજપ દ્વારા કોગ્રેસના અનેક ધારાસભ્યોને ભાજપમાં લીધા. જો કે હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે.
નરેન્દ્ર મોદી રાજયમાં કોંગ્રેસ વિરુધ્ધ માહોલ બનાવવામાં સફળ
ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે પક્ષ જ વચ્ચે જ સીધો જંગ થયો છે. જેમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ કોગ્રેસને માત આપવામાં સફળ રહ્યો છે. જો કે દર ચૂંટણીમાં કેન્દ્રીય કોગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવીને નરેન્દ્ર મોદીને સીધા નિશાન કરતાં નિવેદન કરતાં હતા. કોગ્રેસના નેતાઓ નરેન્દ્ર મોદી કે મુખ્યમંત્રીના પદની ગરીમા પણ જાળવતા ન હતા. આજ તકનો લાભ રાજકીય દાવપેચના માહીર નરેન્દ્ર મોદી રાજયમાં કોંગ્રેસ વિરુધ્ધ માહોલ બનાવવામાં સફળ થતાં હતા.
કોંગ્રેસના નેતાઓ શાબ્દિક યુદ્ધથી બચે છે
ગુજરાતને અન્યાય, ગુજરાતીનું અપમાન જેવા વાક્ય પ્રહારોથી ચૂંટણી પ્રચારનો રુખ બદલી નાખતાં હતા. કોગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોતના સોદાગર, મણીશંકર અય્યરએ જેવા નેતાઓની ભુલને કારણે ગુજરાત કોગ્રેસને ઘણુ સહન કરવું પડ્યુ. જો કે આ વખતે પહેલીવાર રાજયમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પણ કોગ્રેસના એકપણ નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત કોઇ શાબ્દિક હુમલા કર્યા નથી. જેના કારણે ભાજપને ચૂંટણીનો આક્રમક માહોલ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે. ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો સહન કરી શકતી નથી. જો કોઇ વિપક્ષના નેતા નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરે તો ભાજપ સમગ્ર બાજી પોતાના તરફ ખેચી જાય.
આખરે કોંગ્રેસે રણનિતી બદલી..
રાજકીય નિષ્ણાંતોના મત પ્રમાણે કોગ્રેસ 20 વર્ષે શીખી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કોઇ વ્યક્તિગત શાબ્દિક હુમલાથી પોતે જ નુકસાન થાય છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કોગ્રેસના હાઇકમાન્ડ દ્વારા તેના તમામ નેતાઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, નરેન્દ્ર મોદી વિશેષ વ્યક્તિગત કોઇ નિવેદન આપવાથી દુર રહેવું. કોગ્રેસની આજ રણનિતીને કારણે પ્રધાનમંત્રીએ કહેવું પડ્યુ કે, કોંગ્રેસે રણનિતી બદલી છે કોગ્રેસે મને ભાંડવાની જવાબદારી આઉટસોર્સીગથી કરાવી રહી છે.
જુઓ આ પણ વીડિયો:-