Banaskantha News : ઉત્તર ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચાતો ચહેરો એટલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર. આ મહિલા નેતા સતત ચર્ચામા રહે છે. ત્યારે ગેનીબેન ઠાકોર એકવાર ફરીથી ચર્ચામા આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે SP અક્ષયરાજ મકવાણા સામે મોરચો ખોલ્યો છે. ગેનીબેને બનાસકાંઠા SP સામે જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે. બનાસકાંઠા કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠાના એસપી પર આરોપ મૂક્યો છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તા દુરુપયોગ કરી રહ્યા છે તેવો આક્ષેપ ગેનીબેને કર્યો. ત્યારે ગેનીબેને હવે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લાડવા ટ્વીટ કરી જાહેરાત કરી છે. 


થરાદ-ધાનેરા હાઈવે રક્તરંજિત થયો, સ્કોર્પિયો ગાડી પલટી જતા 3 ના કમકમાટીભર્યા મોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેનીબેનની ટ્વીટ 
ગેનીબેને ટ્વીટમાં લખ્યું કે, આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યાર તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતો જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબંધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. લિ.ગેનીબેન ઠાકોર. 


અમદાવાદમાં આ દિવસોમાં દીવો લઈને શોધશો તો પણ કોઈ પણ હોટલમાં એકપણ રૂમ નહિ મળે


આમ, આ સમગ્ર ઘટનાને લઈને આવતીકાલે ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે ટ્વિટને રિટ્વિટ કર્યું છે. આમ પ્રદેશ પ્રમુખ પણ તેમના સમર્થનમાં આવ્યા છે. હવે ગેનીબેન આ અંગે કેવા કેવા ખુલાસા કરે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો એસપી પર કરવામાં આવેલા આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે.


પાકિસ્તાનના WHATSAPP ગ્રુપમાં જોડાવવું સુરતના સગીરને ભારે પડ્યું, NIA ટીમ દોડતી આવી