હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. જે પહેલી એપ્રિલ સુધી ચાલશે. આજથી શરૂ થનારા બજેટ સત્રમાં હાજરી આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે (Gulabsingh Rajput)  નવતર પ્રયોગ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ સત્રમાં હાજરી આપવા માટે કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત (Gulabsingh Rajput)  સાયકલ લઈને પહોંચ્યા. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ગુલાબસિંહ દ્વારા મોંઘવારીના મુદ્દાને હાઈલાઈટ કરવા માટે આ પ્રયોગ કર્યો. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના વધી રહેલા ભાવોના બેનર સાથે તેઓએ સાયકલ પર સવાર થઈને વિધાનસભા તરફ કૂચ કરી. ગુજરાતમાં યુવાનોને રોજગારી નથી મળતી તે મુદ્દો પણ બેનરમાં આવરી લીધો. 


Corona Vaccination: આજથી કોરોના વેકસીનેશનનો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અપાશે રસી


ઝી 24 કલાક સાથે ગુલાબસિંહ દ્વારા કરાયેલી ખાસ વાતચીતમાં આગામી દિવસોમાં પણ આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો પ્રયત્ન કરાશે. કૃષિ બિલ પાછું ખેંચવાની માગણી પણ તેઓ દ્વારા કરવામાં આવી. સાયકલ કૂચ દ્વારા વિધાનસભા સુધી બેનરો સાથે યુથ કોંગ્રેસના કાર્યકરોને લઈને તેઓ નીકળ્યા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube