Corona Vaccination: આજથી કોરોના વેકસીનેશનનો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અપાશે રસી

આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડીટી ધરાવતા 45 વર્ષના નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ (First Dose) આપવામાં આવશે. 

Corona Vaccination: આજથી કોરોના વેકસીનેશનનો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અપાશે રસી

અતુલ તિવારી, અમદાવાદ: આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડીટી ધરાવતા 45 વર્ષના નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ (First Dose) આપવામાં આવશે. 

અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં કોરોના વેકસીન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત થઈ. સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કોરોનાનો પહેલો ડોઝ અપાશે. આ સાથે જ અગાઉ કોરોના રસી (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લઈ ચૂકેલાઓ અને 28 દિવસ પૂર્ણ કરેલા લોકોને પણ બીજો ડોઝ આપવાની પ્રક્રિયા ચાલતી રહેશે. 

આજે આ મહાનુભવો રસીનો બીજો ડોઝ લેશે 
આજે અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કોરોના વેકસીનનો બીજો (બુસ્ટર) ડોઝ લેશે. સિવિલ હોસ્પિટલના જુના ટ્રોમા સેન્ટર ખાતે સવારે 11 વાગે કોરોના વેક્સિનનો બીજો ડોઝ મેળવશે.

પીએમ મોદીએ લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ
કોરોના (Corona Virus) રસીકરણનો  ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી. આ સાથે જ તેમણે લોકોને રસી લેવાની અપીલ પણ કરી. 

સીએમ રૂપાણીના પત્નીએ લીધી કોરોના રસી
મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) ના પત્ની અંજલીબેન રૂપાણી (Anjali Rupani) એ પણ આજે સવારમાં ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news