મૌલિક ધામેચા, અમદાવાદ: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે વધતા કોરોના સંક્રમણ સાથે રાજ્યની રાજનીતિ તેજ બની રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધી હતી. કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી લહેર અને બીજી લહેર દેશ અને દુનિયાએ જોઈ છે. કોરોના રોગને કોંગ્રેસે ગંભીરતાં થી લીધો હોવાની વાત કરતા પ્રમુખ જગદિશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહરો કર્યા. એટલું જ નહીં 21 થી 28 તારીખનો કાર્યક્રમ કોંગ્રેસે માનવતા દાખવી રદ કર્યા છે. અને કાર્યક્રમ અંતર્ગત અમે અલગ અલગ જગ્યાની મુલાકાત લીધી હતી જેમાં ભીડ એકઠી કરી ન હતી. 28 તારીખે અમે માંગણી કરી હતી કે ભૂતકાળના વાઇબ્રન્ટનું સ્વેત પત્ર બહાર પાડવા કહ્યું છે. 


જે ભૂતકાળમાં નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં હોમાયા હતા. હવે વાઈબ્રન્ટમાં હોમવાના હતા. જો કે આવા સમયે એરપોર્ટના દરવાજા બંધ રાખ્યા હોત તો હોસ્પિટલના દરવાજા ન જોવા પડ્યા હોત. વાઇબ્રન્ટ બંધ કરવાની અમારી માંગણી હતી, હવે સરકારે મોડો મોડો નિર્ણય કર્યો છે. લોકો ગંભીર છતાં તેમને રાજકીય રેલીઓ ચાલુ રાખી છે. છેલ્લા 1 મહિના થી કોરોનાની તૈયારી કરવામાં આવી રહી છે.


જો હાલમાં ભાજપના ઘણા નેતાઓ કોરોના માં સપડાયા એટલે કાર્યક્રમો બંધ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષે સરકારને સવાલ કર્યા હતા કે, કેટલા ટેસ્ટ કરવાના છો, તમારી પાસે કેટલા બેડ છે. ઓકિસજનના પ્લાન્ટ ચાલુ થઇ ગયા. દવા અને ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે કે નહિ? આ ટેસ્ટ માટે કેટલા ડોમ ઉભા કરશો? તમને બધાને ખબર હતી કે કોરોના ભયંકર રીતે આગળ વધી રહ્યો છે. છતાં ટ્રમ્પનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે આ લોકોના કોરોનામાં મૃત્યુ નહિ હત્યા છે.


હાલમાં રદ્દ કરવામાં આવેલ વાઇબ્રન્ટ પાછળ તૈયારીમાં કરેલા ખર્ચનો કોંગ્રેસે હિસાબ માંગ્યો છે. અમે કાલથી કંટ્રોલ રૂમ ચાલુ કરીશુ. હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટ ની મુલાકાત લેશુ. કોંગ્રેસ લોકોને ભગવાન ભરોસે અને સરકાર ભરોસે નહિ છોડે. કોંગ્રેસ વિગતો સાથે રજૂઆત કરશે. વેક્સીન ફ્રી તો રાજ્યમાં ટેસ્ટ ફ્રી કરો. કોરોનાના તમામ દર્દીઓના પૈસા સરકાર ભોગવે. પ્રાઇવેટના બિલ પણ સરકાર ભોગવે. જો કે સરકારને ફક્ત વાતો કરવી છે, આયોજન નથી કરવા. જો કે ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હાલમાં રાજકીય કાર્યક્રમ પર કોંગ્રેસે રોક લગાવી છે. ભલે રાજકીય નુકસાન આવે પણ કોંગ્રેસ કોઈ કાર્યક્રમ નહિ કરે તેવું જગદીશ ઠાકોરે નિવેદનમાં જણાવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube