ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા, પણ ભૂલાયું સોશિયલ ડિસ્ટન્સિંગ
- એક નાના સ્ટેજ ઉપર કોંગ્રેસના 20 થી 25 નેતાઓ બેસતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનું કોઈ પાલન સ્ટેજ ઉપર ન કરાયું
હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક ઉપવાસ અને ધરણા શરૂ કરાયા છે. જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ધરણા શરૂ કરાયા છે. કોંગ્રેસના કાર્યક્રમને તંત્રની મંજૂરી મળતા કોવિડ ગાઇડલાઇન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવાઇ હતા. પરંતુ બાદમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા ઉપવાસ છાવણી ધરણાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા પણ જોવા મળ્યા હતા.
કોરોના શરીરમાં પ્રવેશતા સૌથી પહેલા શું થાય છે? અંગો વચ્ચે કેવી રીતે ફરે છે વાયરસ? આ રહ્યાં બધા જવાબ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો સ્ટેજ ઉપર હાજર જોવા મળ્યા. એક નાના સ્ટેજ ઉપર કોંગ્રેસના 20 થી 25 નેતાઓ બેસતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનું કોઈ પાલન સ્ટેજ ઉપર ન કરાયું. જે પ્રકારે રાજકીય પક્ષો ભાજપ હોય કે કોંગ્રેસ કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કરતા. સામાન્ય માણસ માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થાય તો દંડ વસૂલાય છે. કોંગ્રેસના સ્ટેજ ઉપર કાયદાના નિષ્ણાત વકીલ પણ ધરણા પર બેસ્યા છે, કાયદાના બનાવનાર બેઠા છે. આમ છતાં કોવિડ ગાઇડલાઇનનો સરેઆમ ભંગ જોવા મળ્યો.
[[{"fid":"295458","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gandhingar_congress_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"gandhingar_congress_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"gandhingar_congress_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"gandhingar_congress_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"gandhingar_congress_zee.jpg","title":"gandhingar_congress_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
ગુજરાત કોગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ધરણા વિશે કહ્યું કે, ખેડૂતો ઘરનું ખાઇ કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો ટેકાના ભાવની માંગણી કરી રહ્યા છે. શા માટે સરકાર ટેકાના ભાવનો ખુલાસો કરતી નથી. સરકાર ગુમરાહ કરી રહી છે. આજે પણ ખેડૂત ઇચ્છે ત્યાં પોતાનું ઉત્પાદન વેચી શકે છે. ખેડૂતો નવા વિધેયકની માંગ નથી કરતા. સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ પાડવાની માંગ કરી રહ્યા છે.
અમદાવાદ: બાપુનગરના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 15 દુકાનો અને પાર્કિગના વાહનો બળીને ખાખ થયા
તો કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે, હરિયાણા અને મધ્યપ્રદેશમાં સરકાર કહે છે કે અન્ય રાજ્યોમાંથી ખેડૂતો અહીંયા અનાજ વેચવા આવશે તો એમને અમે બંધક બનાવીશું. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારની નીતિ અને મનશા શુ છે. આ કાયદો ખેડૂત વિરોધી છે અને એ માટે કોંગ્રેસ સમર્થન કરી રહી છે અને કરતી રહેશે. આ રાજકીય મુદ્દો નથી પણ ખેડૂતોનો મુદ્દો છે જે માટે અમે એમની સાથે છીએ.