Teachers Income અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે બાળકોનું ભણતર જોખમમાં છે. કારણ કે આંકડો કહે છે કે, રાજ્યની 1657 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. આવામાં શિક્ષકો જ નથી તો બાળકોને અભ્યાસ કોણ કરાવશે તે સવાલ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વર્ષ 2022-23ની સ્થિતિમાં ધોરણ 1થી 8માં 19 હજાર 963 શિક્ષકોની જગ્યા ખાલી છે. જેના કારણે સંખ્યાબંધ શાળાઓને તાળા લાગ્યા અથવા તો શાળાને મર્જ કરી દેવાની ફરજ પડી. આ બાબતના કારણે મોટી વાત તો એ છે કે, ગુજરાતમાં એક જ વર્ષમાં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટાડી દેવામાં આવ્યું. 2022-23માં શિક્ષકોનું મહેતમ ઘટાડીને 2.03 લાખ થઈ ગયું છે. આ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ઘોર બેદરકારી ગણી શકાય સરકારી શાળાઓમાં શિક્ષકો નથી અને ખાનગી શાળાઓ મોંઘીદાટ ફી વસૂલી રહ્યા છે. આ સ્થિતિમાં વાલીઓ પોતાના બાળકોને ભણાવે ક્યાં તે સવાલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શિક્ષણના કથળેલા શિક્ષણ અંગે ગુજરાત કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં ધોરણ 1 થી 8માં 41 હજાર શિક્ષકોનું મહેકમ ઘટ્યું છે. વર્ષ 2022 - 23 ની સ્થિતિએ હવે રાજ્યમાં 19,963 શિક્ષકોની જગ્યા ખાલી છે. વર્ષ 2021 - 22 માં 2.44 લાખ શિક્ષકોની મંજૂર જગ્યા હતી, જે ઘટીને વર્ષ 2022 - 23 માં 2.03 લાખ થઈ છે. સંખ્યાબંધ શાળાઓને તાળા વાગતા તેમજ અનેક શાળા મર્જ કરી દેવાતા ગંભીર સ્થિતિ ઉદભવી છે. રાજ્યમાં 1657 શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે, એવામાં મહેકમ ઘટાડાતા અનેક સવાલો ઉદ્દભવ્યા છે. 


મોટો ખુલાસો : સરકારી કાર્યક્રમો માટે ST બસો વાપરીને સરકારે કરોડોનું ભાડુ નથી ચૂકવ્યુ


તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે, 26,591 શાળાઓ ગુજરાતમાં મર્જ કરી દેવાઈ છે. ગુજરાતમાં શિક્ષકોના ઘટતા મહેકમ સામે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં શિક્ષકોનું મહેકમ વધુ, ગતવર્ષે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તો શિક્ષકોનું મહેકમ વધ્યું છે. ધોરણ 1 થી 8માં મધ્યપ્રદેશમાં 3.63 શિક્ષકો જ્યારે રાજસ્થાનમાં 2.99 અને મહારાષ્ટ્રમાં 2.95 લાખ શિક્ષકોનું મહેકમ છે. ગુજરાતમાં કથળતી સરકારી શિક્ષણની સ્થિતિ એ ખાનગી શાળાઓ માટે મોકળું મેદાન બન્યું છે. 


વડોદરાનો વધુ એક પરિવાર પરિસ્થિતિ સામે હાર્યો, પિતાએ પરિવાર સાથે સામુહિક આપધાત કર્યો


કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાતમાં ફરજ બજાવતા શિક્ષકોની સંખ્યા વર્ષ 2022 - 23 માં 1.83 લાખ થઈ છે. ગત વર્ષે રાજ્યમાં 13 હજાર શિક્ષકોની જગ્યા ખાલી હતી, પરંતુ હવે શિક્ષકોની ખાલી જગ્યા વધીને 19,963 થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે રાજ્યમાં ભાજપની સરકાર છે, છેલ્લા 20 વર્ષમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. ગુજરાતની 4 કરોડ વસ્તીમાં જેટલી શાળાઓ અને શિક્ષકોનું મહેકમ હતું તે સતત ઘટી રહ્યું છે. રાજ્યની વસ્તી 6.50 કરોડ થઈ છે ત્યારે શિક્ષકોની સંખ્યા અને શાળાઓ વધવાને બદલે ઘટી રહી છે. સરકારી શાળાઓ બંધ થાય, ખાનગી શાળાઓને વેગ મળે એ માટે ગાંધીનગરથી સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું છે. નવી શિક્ષણનીતિ મુજબ 76 હજાર શિક્ષકોની ઘટ રાજ્યમાં છે.


ગુજરાત સરકારના દાવા પોકળ, રોજ આટલા લાખ ગુજરાતીઓ નોકરી માટે ભટકે છે


ST બસના ભાડામાં આજથી વધારો, કયા રુટના ભાડામાં કેટલો વધારો, આ રહ્યું લિસ્ટ