મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે EVM પર મોટું નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મહેસાણાના કડીમાં જાહેર મંચ પરથી EVM પર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપે જેટલા અને જેવા મશીન લાવવા હોય તે લાવે. અમે એવા કોમ્પ્યુટર એન્જિનિયરો મૂક્યા છે જે એમનું ગજ વાગવા નહીં દે. EVM ફેક્ટરીમાંથી ગુજરાતમાં આવે ત્યાં સુધી અમે ચોકી મૂકી છે. 


જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, EVM ચૂંટણી પંચમાંથી કલેકટર સુધી આવે ત્યાં સુધી અમે ચોકી મૂકી છે. એટલું જ નહીં, કલેકટરથી EVM મામલતદાર સુધી પહોંચે ત્યાં સુધી પણ અમે ચોકી મૂકી છે. એ શું કરી શકે અને અમે શું નહી થવા દઈએ તેની તૈયારી કરી લીધી છે. 


ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવ્યા હતા. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક વચનો આપ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો 8 વચન આપ્યા છે, એ પૂરાં કરવામાં આવશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વધુ 3 વચન આપવામાં આવ્યાં છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વધુ 3 વચનની જાહેરાત કરવામાં આવી છે.


જુઓ આ પણ વીડિયો:-