ગુજરાત કોંગ્રેસ નવા ચહેરાઓના ભરોસે, જાણો કઈ સીટ પર BJP સામે કોણ છે કોંગ્રેસનો ઉમેદવાર
Loksabha election: કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરી, જેમાં ગુજરાતના 7 ઉમેદવાર જાહેર કર્યા છે. જે નામ જાહેર કરાયા તેમાં ધારાસભ્યો અને કેટલાક નવા ચહેરાઓને તક અપાઈ છે. ત્યારે જુઓ કોંગ્રેસના લિસ્ટમાં ગુજરાતમાંથી કોને મળી ટિકિટ?
Loksabha election 2024: આખરે કોંગ્રેસે સમગ્ર દેશ માટે બીજી અને ગુજરાત માટે પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતની 7 સીટ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણની એક સીટ પર ઉમેદવાર જાહેર કરાયા છે. સૌથી પહેલા કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો, પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, કચ્છથી નીતિશ લાલન અને દીવ દમણથી કેતન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
કડીમાં ભાજપનો જૂથવાદ? નીતિન પટેલે જાહેર મંચ પરથી બળાપો કાઢ્યો, રાજકારણમાં ખળભળાટ
હવે કોંગ્રેસે જે સાત નામ જાહેર કર્યા તેમાં તેમની સામે ભાજપના ઉમેદવાર કોણ છે તે પણ જાણી લો...કઈ બેઠક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેની વાત કરીએ તો, પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે કોંગ્રેસના લલીત વસોયા, બનાસકાંઠાથી ભાજપના રેખા ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર, બારડોલીથી ભાજપના પ્રભુ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા, કચ્છ અનામત બેઠકથી ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન અને દીવ-દમણથી ભાજપના લાલુ પટેલ સામે કોંગ્રેસના કેતન પટેલ વચ્ચે ટક્કર થશે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય; વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જના ભાવમાં ઘટાડો
પોરબંદરથી લલિત વસોયા પર કોંગ્રેસે ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ લડ્યા હતા. તો અમદાવાદ પશ્ચિમથી કોંગ્રેસના જાણિતો મીડિયા ચહેરો રોહન ગુપ્તાને ચાન્સ આપવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ ટક્કરમાં પ્રજા કોને ચૂંટીને દિલ્લી દરબારમાં મોકલે છે.