કોંગ્રેસે કર્યું PM મોદીનું અપમાન, અભદ્ર ભાષાનો ઉપયોગ કરતી ટ્વીટ કરી
Gujarat Congress : કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો... કોંગ્રેસે ટ્વીટર પર પ્રધાનમંત્રી માટે અભદ્ર ભાષા વાપરી... કોંગ્રેસે પીએમ મોદી પર કરેલી ટીપ્પણી સોશિયલ મીડિયામાં વાયરલ
Gujarat Politics : કોંગ્રેસ ફરી એકવાર બોલવામાં ભાન ભૂલ્યું છે. વધુ એકવાર કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. કોંગ્રેસે ટ્વીટર પર પ્રધાનમંત્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો છે. કોંગ્રેસે પીએમ મોદી પર કરેલી ટીપ્પણી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસે ટ્વીટર પર લખ્યું 'મોદી તેરી કબ્ર ખુદેગી. આમ, દેશના પ્રધાનમંત્રી માટે કોંગ્રેસે ફરી અપશબ્દો કહ્યાં છે. કોંગ્રેસે દેશના પ્રધાનમંત્રીનું અપમાન કર્યું છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામ સાથે છેડખાની વાળી પોસ્ટ કરવામા આવી છે.
ગુજરાત કોંગ્રેસ અને તેમના સિનિયર નેતાઓના સોશિયલ મીડિયાના હેન્ડલ પરથી ફરી એકવાર વાંધાજનક પોસ્ટ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે પીએમ મોદી વિશે વાંધાજનક ટીપ્પણી કરી છે. મોદી તેરી કબ્ર ખુદેગી... તેવી કરી પોસ્ટ કર્યા બાદમાં ટ્વીટ ડિલીટ કરવામા આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે ટ્વીટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામા વાયરલ થઈ ગયું છે. બીજી તરફ પીએમ વિષેના વાંધાજનક પોસ્ટ હજુ પણ કોગ્રેસના સિનિયર નેતા ઉમાંકાંત માંકડના ટ્વીટર હેન્ડલ પર પણ જોવા મળી. તેઓએ હજી સુધી આ ટ્વીટ હટાવી નથી. કોંગ્રેસ નેતા ઉમાંકાન્ત માંકડની ટવીટમાં લખ્યું છે કે, मोदी तेरी कब्र खुदेगी- संसद में विरोध पक्ष का नारा.
અમદાવાદમાં રહેવું અંબાણીના એન્ટીલિયા જેવું મોંઘુ લાગશે, બાંધકામ ફી આટલી વધી
તો આ ઉપરાંત ગુજરાત કોંગ્રેતના આધિકારીક ટવીટક હેન્ડલ પર કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના નામ સાથે છેડખાની વાળી પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટને લઇને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ જગાવી રહ્યો છે. આ બાદ કોંગ્રેસના એક સિનિયર નેતાએ પણ આપત્તિજનક પોસ્ટ મુકી છે. કોંગ્રેસમાં તો પીએમ માટે વાંધાજનક ટ્વિટ કરીને હટાવી દીધી. પરંતું કોગ્રેસ નેતાના ટ્વીટર હેન્ડલ પર હજુ પણ આપત્તિજનક પોસ્ટ છે. કોંગ્રેસ નેતા ઉમાકાન્ત માંકડનું ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આમ, ગુજરાત કોંગ્રેસના નેતાઓ ફરી બોલવામાં મર્યાદા ભૂલી રહ્યાં છે.
ગઢવી પછી હવે કોનો વારો, કેબિનમાં મહિલાઓને બેસાડી રાખતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો
સ્મૃતિ ઈરાની વિશે ટ્વિટ
ગુજરાત કોંગ્રેસ સ્મૃતિ ઈરાની વિશે લખ્યું કે, મૃતિ ઈરાની કહેવાતી ફ્લાઈંગ કિસ વિશે ઉગ્રતાથી અવાજ ઉઠાવશે. પરંતુ મણિપુરમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને તેમના પક્ષના સભ્યોના રોજ-બ-રોજ દુષ્કર્મ વિશે નહી.
કોંગ્રેસ મીડિયા કો-ઓર્ડિનેટર હેમાંગ રાવલે કહ્યું કે, ભૂલથી થયુ હશે તો દિલગીરી વ્યક્ત કરું છું. ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે છે. જો કોંગ્રેસના કોઈ નેતાએ એ લખ્યુ હશે તો તે વ્યક્તિગત રીતે લખ્યુ હશે, તો તે તેમની પર્સનલ ટ્વિટ છે. સ્મૃતિ ઈરાનીની ટ્વિટમાં પણ ટાઈપિંગ મિસ્ટેક થઈ શકે છે. ટ્વિટરમાં એડિટ થઈ શક્તુ નથી, તેથી તે ત્યાં ને ત્યાં જ પડી રહ્યું છે. સ્પેલિંગ મિસ્ટેક છે, તેના માટે અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ, પરંતુ ભાજપના નેતાઓએ ભૂતકાળમાં વાપરેલા શબ્દો અમે ભૂલ્યા નથી. તેમજ ભાજપના નેતાઓએ ક્યારેય પોતાના ભૂલો માટે માફી માંગી નથી. ઉમાંકાતભાઈને ટ્વીટ હટાવવી કે નહિ તે તેમનો પર્સનલ મુદ્દો છે.
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે, અંબાબાલ પટેલની નવી આગાહી