Gujarat Politics ગૌરવ પટેલ/અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર 5 લાખ લીડથી જીતાવવા આહવાન કર્યું છે. ભાજપના કાર્યકર્તાઓ પર જીતનો ભાર મૂકાયો છે. પરંતું બીજી તરફ, પોતાના અનેક દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ગુમાવનાર કોંગ્રેસે પણ ચૂંટણીમાં લોહી રેડી દીધુ છે. કોંગ્રેસ કેટલીક બેઠકો પર ફૂંકી ફૂંકીને ચાલ ચાલી છે. જે બેઠકો જીતી શકાય, તે બેઠકો પર કોંગ્રેસે નવી રણનીતિ બનાવીને મજબૂત ઉમેદવારો ઉભા કર્યાં છે. જોકે, હાલ તો ગુજરાત કોંગ્રેસને બે બેનોનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. આ બંને બહેનો ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે. ઉત્તર ગુજરાતમા ગેનીબેન ઠાકોર અને અમરેલીમાં જેની ઠુમ્મર હાલ ગુજરાત કોંગ્રેસના સૌથી મજબૂત ઉમેદવાર તરીકે જોવા મળી રહ્યાં છે. બંનેને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. આ જોતા હવે ભાજપને ડર લાગે તો નવાઈ નહિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની 
ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે. તો જેનીબેન ઠુમ્મર અમરેલીથી કોંગ્રેસના ઉમેવાર છે. હાલ કોંગ્રેસના આ બંને ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. તેમાં પણ ગેનીબેન બનાસકાંઠામાં લોકપ્રિય બની રહ્યાં છે. ગઈકાલે ગેનીબેને ઉમેદવારી ફોર્મ ભરતા સમયે રેલી કાઢીને સભા સંબોધી હતી. તેમની સભામાં ઉમટેલી જનમેદની જોઈને ખુદ ગેનીબેન જાહેરમાં ભાવુક થઈ ગયા હતા. ગેનીબેનનો સામનો ભાજપના નવા ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે છે. તો અમરેલીમાં જેની ઠુમ્મરની લડાઈ ભાજપના ભરત સુતરિયા સામે છે. ભરત સુતરિયાનો ભાજપમાં જ વિરોધ થયો છે. તો ગેનીબેનને રાજકારણ વારસામાં મળ્યું છે. 


સુરતના ડાયમંડ ઉદ્યોગપતિનો આખો પરિવાર દીક્ષા લેશે, પરિવારના પાંચ સંતાનો સંયમના માર્ગે