સુરતના ડાયમંડ ઉદ્યોગપતિનો આખો પરિવાર દીક્ષા લેશે, શાહ પરિવારના પાંચ સંતાનોએ સંયમનો માર્ગ અપનાવ્યો

Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે 

સુરતના ડાયમંડ ઉદ્યોગપતિનો આખો પરિવાર દીક્ષા લેશે, શાહ પરિવારના પાંચ સંતાનોએ સંયમનો માર્ગ અપનાવ્યો

Jain Samaj Diksha : અમદાવાદના ઇતિહાસમાં પ્રથમવાર 11થી 56 વર્ષ સુધીના 35 મુમુક્ષુઓ એકસાથે સંસારનો ત્યાગ કરશે. જેમાં ગુજરાતના સાબરકાંઠાનો ભંડારી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યો છે. 22 એપ્રિલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર દીક્ષા સમારોહમાં પહેલીવાર 36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરવાના છે. ત્યારે વધુ એક પરિવાર એવો છે જે આખેઆખો સંયમના માર્ગે નીકળી પડ્યો છે. દીકરાની દીક્ષા બાદ સુરતના શાહ પરિવારના બાકી બચેલા ત્રણ સદસ્યો પણ દીક્ષા લઈ રહ્યાં છે.  

સંમયમના માર્ગે શાહ પરિવાર
થોડા સમય પહેલા સુરતના વેસુ વિસ્તારમા એકસાથે 74 લોકોએ દીક્ષા લીધી હતી. જેમાં ડાયમંડ પરિવારના યુવા દીકરા અભિષેક શાહે પણ દીક્ષા લીધી હતી. ત્યારે હવે દીકરાના પગલે આખેઆખો શાહ પરિવાર દીક્ષા લેવા જઈરહ્યો છે. હવે સુરતના ડાયમંડ ઉદ્યોગનો પરિવાર દીક્ષા લેશે. અમદાવાદના દીક્ષાર્થી સમારોહમાં માતા-પિતા અને દીકરી ઝીલ શાહ દીક્ષા લેવાની છે. આ પરિવારમાં 11 વર્ષ અગાઉ મોટા કાકાની બે દીકરીઓએ એકસાથે દીક્ષા લીધી હતી. તો નાના કાકાની દીકરીએ પણ બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. સુરતનો આ શાહ પરિવાર મોટુ ઉદાહરણ બની રહ્યું છે.

ડ્રેસ ક્યારેય રિપીટ ન કરતી દીકરી ઝીલ દીક્ષા લેશે
સુરતના આ ડાયમંડ પરિવારની દીકરી ઝીલ શાહ હરવા-ફરવાની બહુ જ શોખીન હતી. તેને નવા ડ્રેસ પહેરવાના બહુ જ શોખ હતા. તે પ્રસંગોમાં એકવાર પહેરેલા ડ્રેસ ક્યારેય બીજીવાર ન પહેરતી. ત્યારે હવે આ દીકરી સંયમના માર્ગે નીકળી પડી છે. દીક્ષા લેવાના નિર્ણય વિશે તેણે જણાવ્યું કે, હું એકવાર મહારાજ સાહેબ સાથે અમદાવાદના ગામોમાં વિહાર કરવા ગઈ હતી. ત્યારે દેરાસરમાં દીવો કરતા સમયે લાગેલી આગમાં મારો મિત્ર 80 ટકા દાઝી ગયો હતો. 10 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. પરંતુ મોતના અંતિમ સમયમાં પણ તેણે દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા જણાવી હતી. આમ, આ ઘટનાને પગલે હું દીક્ષા લેવા પ્રેરાઈ હતી.

કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.

જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news