Gujarat Congress New President: કર્ણાટકમાં કોંગ્રેસની મોટી જીત બાદ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે હાઈકમાન્ડ તરફથી અટકળો ચાલી રહી છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજકીય રીતે સૌથી પડકારરૂપ રાજ્ય ગુજરાતમાં નવા પ્રમુખની નિમણૂક કરી શકે છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમસ્તે ઓસ્ટ્રેલિયા! અહીંનું પેરામાટા સ્ટ્રીટ પ્રભાતચોક, હેરિસ પાર્ક હરિશ પાર્ક બન્યુ


કર્ણાટકમાં મોટી જીતે કોંગ્રેસમાં નવી ઉર્જા ભરી દીધી છે. જે રીતે ભાજપની અથાગ મહેનત બાદ કોંગ્રેસે જીત મેળવી છે, તે પછી પાર્ટીની અંદર એવા તમામ રાજ્યોમાં જ્યાં પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ છે ત્યાં સંગઠનને મજબૂત કરવાનો વિચાર શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે કોંગ્રેસ માટે સૌથી પડકારજનક રાજ્ય ગુજરાત છે. 


UPSC 2022 Result: UPSC નું અંતિમ પરિણામ જાહેર, આ રહી ટોપર્સની યાદી અને માર્કશીટ


એવી ચર્ચા છે કે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખને લઈને પાર્ટી ટૂંક સમયમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકે છે, જેથી 2024ની તૈયારીઓને ઝડપી બનાવી શકાય. પાર્ટીએ વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકરને હટાવવા અને જાળવી રાખવા અંગે સ્પષ્ટપણે કંઈ કહ્યું નથી. આવી સ્થિતિમાં, બે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે 2024ની લોકસભાની ચૂંટણી વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકરના નેતૃત્વમાં લડવામાં આવી શકે છે, જો નહીં તો જૂન મહિનામાં પાર્ટી આ જવાબદારી અન્ય નેતાને સોંપી શકે છે.


સોનું થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, જાણો 18થી 24 કેરેટ ગોલ્ડની કિંમત


પાંચ નેતાઓના નામ ચર્ચામાં છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદ માટે પાંચ નેતાઓના નામ ચર્ચામાં છે. જેમાં દીપક બાબરિયા, ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમુદાયના નેતા લાલજી દેસાઈના નવા નામો સાથે ત્રણ જૂના દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે, જેમને તાજેતરમાં કર્ણાટકમાં ધારાસભ્ય પક્ષના નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા. જેમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પોરબંદરના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના નામનો સમાવેશ થાય છે. 


લવ મેરેજ કરવા હોય તો આ અક્ષરવાળા છોકરા સાથે કરજો, બને છે ખૂબ જ સારા લાઈફ પાર્ટનર


સિનિયોરિટી જોતા અર્જુન મોઢવાડિયા આગળ છે. જો પાટીદાર નેતા તરીકે જોવામાં આવે તો પરેશ ધાનાણી રેસમાં આગળ છે. હવે જોવાનું એ રહે છે કે જો પાર્ટી નવા પ્રમુખની નિમણૂક કરે છે તો કયા નેતાને આ મોટી જવાબદારી મળે છે. નવા ચહેરાઓમાં દીપક બાબરિયા ગાંધી પરિવારના ખૂબ નજીકના ગણાય છે. એટલું જ નહીં મધ્યપ્રદેશમાં જ્યારે કમલનાથની સરકાર બની ત્યારે દીપક બાબરિયા ત્યાં પ્રભારી હતા.લાલજી દેસાઈ ત્યાંના કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, ભારત જોડો યાત્રામાં લાલજી દેસાઈ મુખ્ય ભૂમિકામાં હતા.


નવા પ્રભારીની નિમણૂક પણ શક્ય
ગુજરાતના પ્રભારીની જવાબદારી હાલ રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્મા પાસે છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વધી રહ્યો છે ત્યારે તેમને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. આ સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નવા પ્રદેશ પ્રમુખ અને નવા પ્રભારીના નામની એક સાથે જાહેરાત કરવામાં આવી શકે છે. 


ગુજરાતમાં સરકારી નોકરીની નવી તક : આચાર્ય પદ માટે કુલ 1900 જગ્યાઓ માટે ભરતી નીકળી


2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મેળવી હતી તો 60 સીટો ગુમાવી છે. રાજ્યમાં પાર્ટી પાસે એક પણ લોકસભા સીટ નથી. ભાજપે સતત બે ટર્મથી તમામ 26 બેઠકો જીતી છે. પક્ષના કેટલાક નેતાઓનું કહેવું છે કે જો ભાજપે રાજ્યમાં 24માં ચૂંટણી લડવી હશે તો તેની ચિંતા હાઈકમાન્ડે અત્યારથી જ કરવી પડશે અને પ્રમુખ અને પ્રભારી અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે, ત્યારબાદ જ ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જશે. લોકસભાની ચૂંટણી વેગ પકડશે.