ઝી મીડિયા બ્યૂરો: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1790 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 1277 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 8 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,92,169 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,78,880 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,466 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 36,77,467 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,17,132 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 42,94,599 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.


આ પણ વાંચો:- જમાઈ બન્યો જમ: PSIની પરીક્ષામાં પાસ ન થતા કર્યું એવું કામ કે સસરા સલવાઈ ગયા


રાજ્યમાં કોવિડ-19 ના 1790 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 1277 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 95.45 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,78,880 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8,823 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 8,744 લોકો સ્ટેબલ છે. 2,78,880 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,466 લોકોનાં મોત નિપજ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube