ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,352 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 7,803 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,90,229 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 74.39 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- AHMEDABAD માં બાઇક ચાલકને બચાવવા જતા 108નો અકસ્માત, દર્દીનું રેસક્યું કરાયું


અત્યાર સુધીમાં 95,11,122 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 21,11,484 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,16,22,606 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 66,624 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 87,098 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


આ પણ વાંચો:- સ્વરૂપવાન યુવતીએ જ્વેલર્સમાં કર્યું એવું કારસ્તાન કે લોકોએ થાંભલા સાથે બાંધી માર્યો માર


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,27,840 એક્ટિવ દર્દી છે, જે પૈકી 418 લોકો વેન્ટિલેટર પર છે અને 1,27,422 લોકો સ્ટેબલ છે. 3,90,229 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 6,656 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશનમાં 23, રાજકોટ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.


આ પણ વાંચો:- હનુમાનજી અહીં હંમેશા આપતા રહે છે પરચો, જાણો મંદિર તોડવા આવેલાં અંગ્રેજો સાથે શું થયું


આ ઉપરાંત આણંદમાં 1, અરવલ્લીમાં 4, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 2, ભાવનગરમાં 2, બોટાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, દાહોદમાં 2, દેવભૂમિ દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 9, જૂનાગઢમાં 2, કચ્છમાં 12, મહિસાગરમાં 2, મહેસાણામાં 4, મોરબીમાં 7, પંચમહાલમાં 1, પાટણમાં 4, રાજકોટમાં 4, સાબરકાંઠામાં 6, સુરતમાં 4, સુરેન્દ્રનગરમાં 5, વડોદરામાં 4 અને વલસાડમાં 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 170 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube