AHMEDABAD માં બાઇક ચાલકને બચાવવા જતા 108નો અકસ્માત, દર્દીનું રેસક્યું કરાયું

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. સમગ્ર ગુજરાતની સ્થિતી આ મહામારીમાં ખુબ જ બેહાલ થઇ છે. તેવામાં 108 દ્વારા જ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. 108ની પહેલાથી જ ઘટ વર્તાઇ રહી છે. તેવામાં એક ખુબ જ વિચિત્ર અકસ્માત સામે આવ્યો હતો. 
AHMEDABAD માં બાઇક ચાલકને બચાવવા જતા 108નો અકસ્માત, દર્દીનું રેસક્યું કરાયું

અર્પણ કાયદાવાળા/અમદાવાદ : હાલ કોરોના મહામારી ચાલી રહી છે. સમગ્ર ગુજરાતની સ્થિતી આ મહામારીમાં ખુબ જ બેહાલ થઇ છે. તેવામાં 108 દ્વારા જ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. 108ની પહેલાથી જ ઘટ વર્તાઇ રહી છે. તેવામાં એક ખુબ જ વિચિત્ર અકસ્માત સામે આવ્યો હતો. 

રિવરફ્રન્ટ પર દર્દીને લઇને પસાર થઇ રહેલી 108 એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. એક બાઇક ચાલકને બચાવવા જતા આ વિચિત્ર અકસ્માત બન્યો હતો. ડફળાના ટર્નિંગ પોઇન્ટ પર બાઇક ચાલકને બચાવવા જતા 108 એમ્બ્યુલન્સ રોડ પરનાં ડિવાઇડરમાં ચડી ગઇ હતી. બાઇક ચાલક તો બચી ગયો હતો પરંતુ એમ્બ્યુલન્સને નુકસાન થયું હતું. 

જો કે સદ્ભાગ્યે અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં રહેતા દર્દી કે અન્ય કોઇ ક્રુને કોઇ જ ઇજા થઇ નહોતી. અકસ્માત થયેલી એમ્બ્યુલન્સમાં ઓક્સિજન યુનિટ સાથેના કોરોના દર્દી હતો. જો કે તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીની પળોમાં બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દર્દીને બીજી એમ્બ્યુલન્સ દ્વારા તત્કાલ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news