ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,605 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 10,180 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,18,548 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 73.72 ટકાએ પહોંચ્યો હતો. 


આ પણ વાંચો:- AHMEDABAD માં લોકડાઉનમાં પણ ધમધમતો હતો હુક્કાબાર પોલીસે પાડ્યો દરોડો અને...


અત્યાર સુધીમાં 96,94,767 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 23,92,499 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,20,87,266 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 53,216 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 94,377 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 


આ પણ વાંચો:- ખેડા જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં માવઠું તો ક્યાંક વાદળછાયું વાતાવરણ


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,42,046 એક્ટિવ દર્દી છે, જે પૈકી 613 લોકો વેન્ટિલેટર પર છે અને 1,41,433 લોકો સ્ટેબલ છે. 4,18,548 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 7,183 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 16, રાજકોટ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3 દર્દીના મોત થયા છે.


આ પણ વાંચો:- BJP ના કોર્પોરેટરે તમામ શક્તિ લગાવી દીધી પણ બેડ તો ઠીક એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન કરી શક્યાં, પિતાનું મોત


આ ઉપરાંત મહેસાણામાં 3, જામનગરમાં 8, સુરતમાં 7, દાહોદમાં 3, વડોદરામાં 6, બનાસકાંઠામાં 1, પાટણમાં 2, ભાવનગરમાં 5, સુરેન્દ્રનગરમાં 7, અમરેલીમાં 2, ગાંધીનગરમાં 2, સાબરકાંઠામાં 9, કચ્છમાં 5, જૂનાગઢમાં 5, ભરૂચમાં 2, મહિસાગરમાં 2, વલસાડમાં 4, અરવલ્લીમાં 2, પંચમહાલમાં 2, મોરબીમાં 3, છોટા ઉદેપુરમાં 1, પોરબંદરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટમાં 3 અને બોટાદમાં 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 173 દર્દીઓના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube