ખેડા જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં માવઠું તો ક્યાંક વાદળછાયું વાતાવરણ

સહિત સમગ્ર જિલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. રાજ્યમાં સાઇક્લોનિકલ સરક્યુલેશન સક્રિય થતા કેટલાક હિસ્સાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આ તરફ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લાનાં અમુક વિસ્તારોમાં કમોસમી માવઠું પણ થયું છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. 

ખેડા જિલ્લાનાં વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં માવઠું તો ક્યાંક વાદળછાયું વાતાવરણ

નડિયાદ : સહિત સમગ્ર જિલ્લાનાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. રાજ્યમાં સાઇક્લોનિકલ સરક્યુલેશન સક્રિય થતા કેટલાક હિસ્સાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આ તરફ નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે જિલ્લાનાં અમુક વિસ્તારોમાં કમોસમી માવઠું પણ થયું છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. 

ખેડા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં બદલો આવેલો જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે 29 એપ્રીલથી 3 મે દરમિયાન સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યનાં જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી નડિયાદ સહિત સમગ્ર જિલ્લાનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શુક્રવારે સવારે જિલ્લાનાં કેટલાક પંથકમાં કમોસમી માવઠું પણ પડી ચુક્યું છે. 

યાત્રાધામ ડાકોરમાં આજે સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. જે વરસાદે રોજ ભીંજવી દીધા હતા. સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે જિલ્લાનાં અમુક પંથકમાં વાદલછાયુંવાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોમાં પણ ચિંતા પેઠી છે. જો કે હવામાન વિભાગનાં અનુસાર આગામી ચાર દિવસ સુધી આવું જ વાતાવરણ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news