GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં વધ્યો રિકવરી રેટ; નવા કેસમાં ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ મોત
રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4 હજારથી નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,187 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 9,305 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,13,065 દર્દીઓ કોરોનાને માક આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 90.07 ટકાએ પહોંચ્યો હતો.
આ પણ વાંચો:- રાજ્ય સરકારે વધુ એકવાર બદલ્યો નિર્ણય, જાણો મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન માટે શું કરવું ફરજિયાત
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 68,971 એક્ટિવ દર્દી છે, જે પૈકી 648 લોકો વેન્ટિલેટર પર છે અને 68,323 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,13,065 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,621 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 1 દર્દીના મોત થયા છે.
આ પણ વાંચો:- ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં કોવીન એપ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત
આ ઉપરાંત રાજકોટમાં 2, વડોદારમાં 2, સાબરકાંઠામાં 1, સુરતમાં 4, ભરૂચમાં 2, આણંદમાં 1, જામનગરમાં 2, મહિસાગરમાં 1, અમરેલીમાં 1, પાટણમાં 2, મહેસાણામાં 3, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1, વલસાડમાં 2, અરવલ્લીમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 45 દર્દીઓના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube