ઝી મીડિયા/બ્યૂરો :દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દિવાળીની ઉજવણી માટે બહાર નીકળેલા લોકોએ ફરીથી સંક્રમણ વધાર્યું છે. તો બીજી તરફ શિયાળાને કારણે કોરોનાનો એટેક થયો છે. આવામા કોરોનાના કેસ (corona case) બેકાબૂ બની જતા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે. દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ ગુજરાતમાં કોરોના (gujarat corona update) ની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, આ ટીમ કોવિડના કેસ અને તેને રોકવા માટે, ટેસ્ટીંગ, સંક્રમણ રોકવા તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે. 


આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી


હાઈકોર્ટના 3 જજ કોરોના પોઝિટિવ
ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા છે. જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર ઉધવાણી અને જસ્ટિસ આર.એમ સરીન કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. 


પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું


ફરીથી ગુજરાત આવશે અમિતાભ બચ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કરશે પ્રચાર