ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના આંકડાઓમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 1069 કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 103 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 8,18,755 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ પણ 98.31 ટકાએ પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,52,071 રસીના ડોઝ અપાયા હતા. 


રાજ્યમાં એક્ટિવ કેસની વિગત
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 3927 એક્ટિવ કેસ છે. જે પૈકી 11 નાગરિકો વેન્ટીલેટર પર છે. 3916 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,755 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10119 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે નવસારીમાં એક નાગરિકનું મોત થઇ ચુક્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube