Gujarat Corona Update: રાજ્યમાં નવા 1158 દર્દી, 1375 સાજા થયા, 10નાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1158 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1375 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,35,127 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1158 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1375 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,35,127 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
આધેડે ઉતાર્યો યુવતીનો બિભત્સ VIDEO, ત્યાર બાદ મચી ધમાચકડી કે...
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 50,993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 784.51 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 51,14,677 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1158 કેસ નોંધાયા છે. જ્યારે 1375 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,35,127 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 87.79% ટકા છે.
ગુજરાતમાં આવતા સફરજન પોલીસ માટે બન્યા માથાનો દુખાવો, ફરી આજે પકડાયું...
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,82,247 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,81,949 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 298 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 87.79 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.
આપણે હાથરસમાંથી કંઇ જ નથી શીખ્યા? સુરતમાં દુષ્કર્મ પીડિતા રઝળતી રહી ડોક્ટર્સે કેસ પણ ન કાઢ્યો
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15209 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 82 છે. જ્યારે 15127 લોકો સ્ટેબલ છે. 1,35,127 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3587 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3 અને મહીસાગર 1 સહિત ગુજરાતમાં કુલ 09 કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube