આપણે હાથરસમાંથી કંઇ જ નથી શીખ્યા? સુરતમાં દુષ્કર્મ પીડિતા રઝળતી રહી ડોક્ટર્સે કેસ પણ ન કાઢ્યો
હાથરસની ઘટના હજી લોકમાનસમાંતી હટી નથી તેવા સમયે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગંગાપુર ગામ નજીકની રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતા તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી. રેલવે અકસ્માતના કોલ પાસે મહિલાને ગંભીર સ્થિતીમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી દેવાઇ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા ઉપરાંત હોઠ પણ કપાયેલી હાલતમાં હતા.
Trending Photos
સુરત : હાથરસની ઘટના હજી લોકમાનસમાંતી હટી નથી તેવા સમયે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગંગાપુર ગામ નજીકની રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતા તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી. રેલવે અકસ્માતના કોલ પાસે મહિલાને ગંભીર સ્થિતીમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી દેવાઇ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ અને પગમાં ફ્રેક્ચર હોવા ઉપરાંત હોઠ પણ કપાયેલી હાલતમાં હતા.
108 ના કર્મચારીના જણાવ્યા અનુસાર કોલ ટ્રેન અકસ્માતનો હતો. ઘટના સ્થળે ગયા બાદ મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. ગુપ્તભાગે લોહી નિકલી રહ્યું હતું. મહિલાએ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા. મહિલાના હાથે પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાઇ રહી હતી. ઘટનાની ગંભીરતાને લઇ પલસાણા અને રેલવે પોલીસ બંન્નેને જાણ કરવામાં આવી હતી.
ગ્રામવાસીઓનાં અનુસાર ઇજાગ્રસ્ત મહિલા ગંગાપુર ગામમાં રખડતું જીવન જીવતી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. માનસિક બીમાર મહિલાને કોઇે પોતાની હવસનો શિકાર બનાવી રેવલે ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની શક્યતા પણ પોલીસ સેવી રહી છે. જો કે હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને ગાયનેક તથા માનસિક વિભાગનાં ડોક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર મહિલાના શરીર પર મલ્ટીપર્લ ઇજાઓ થઇ રહી છે. જાંધ તથા માથાના ભાગે ઇજા મળી આવી છે. હોઠ કપાયેલા છે, ગુપ્ત ભાગેથી લોહી નિકળી રહ્યું હતું. જેના કારણે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.
ડોક્ટર્સે માનવતા નેવે મુકી
ઇજાગ્રસ્ત મહિલાને ગત્ત સાંજે 7.30 કલાક સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. ત્યાર બાદ રાત્રે 11.30 વાગ્યા સુધી કેસ પેપર પણ નિકળ્યો નહોતો. મહિલાને રઝળાવવામાં આવી હતી. જો કે રાત્રે 2 વાગ્યા બાદ તેને ટ્રોમા સેન્ટરમાંથી વોર્ડમાં રિફર કરવામાં આવી હતી. જેથી બે કલાકમાં દાખલ કરવાનાં પરિપત્રને ડોક્ટર્સ ઘોળીને પી ગયા હોવાનું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે