Gujarat Corona update: નવા 1190 દર્દી, 1193 દર્દી સાજા થયા, 17 લોકોનાં મોત નિપજ્યાં
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1190 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1193 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 76,227 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1172.72 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20,45,951 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1190 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1193 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 73,501 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.48% ટકા છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1190 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1193 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 76,227 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1172.72 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20,45,951 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1190 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1193 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 73,501 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.48% ટકા છે.
કોરોનાને કારણે ભાંગી પડેલા સુરત માટે આવ્યા મોટા સમાચાર, કમિશ્નરે આપ્યા Good News
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,81,002 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,80,338 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 571 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.
રાજકોટ પોલીસ કમિશ્નરની ગાડીને નડ્યો અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14864 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 91 છે. જ્યારે 14773 લોકો સ્ટેબલ છે. 73501 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2964 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન 2, સુરત 2, અમરેલી 1, આણંદ 1, કચ્છ 1, પાટણ 1, રાજકોટ 1, વડોદરા કોર્પોરેશન 1 અને વલસાડનાં 1 દર્દીનો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર