GUJARAT CORONA UPDATE: નવા 12 કેસ, 16 રિકવર, એક પણ દર્દીનું મોત નહી
રાજ્યમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી 8,15,386 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ 98.76 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં જોકે રસીકરણ પ્રમાણમાં ઘણુ ઓછુ રહ્યું હતું. રાજ્યમાં 1,49,486 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 16 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી 8,15,386 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ 98.76 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં જોકે રસીકરણ પ્રમાણમાં ઘણુ ઓછુ રહ્યું હતું. રાજ્યમાં 1,49,486 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.
નવા CM પર આવી પડેલી કુદરતી આફતને ખાળવા માટે પૂર્વ CM વિજય રૂપાણી પણ કામે લાગ્યા
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 161 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 156 નાગરિકો સ્ટેબલ છે. 8,15,386 નાગરિકો અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.તો બીજી તરફ 10082 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે આજના દિવસમાં એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નિપજ્યું નથી. આજે નવા નોંધાયેલા 12 કેસની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 6 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 4, જામનગર અને સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે AMIT SHAH ને ફોન કરીને માંગી મદદ
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4ને પ્રથમ અને 1718 ડોઝ અપાયા છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 20392 અને 16972 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 59922 નાગરિકોને રસીનો પ્રથમ અને 50478 નાગરિકોને રસીનો બીજો ડૌઝ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે 1,49,486 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ 5,25,77,634 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube