Gujarat Corona Update: 1212 નવા દર્દી, 980 સાજા થયા, 14 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1212 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 980 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75258 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1157.82 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16,95,325 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1212 કેસ નોંધાયેલા છે. આજ રોજ 980 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 68,257 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80 % ટકા છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1212 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 980 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75258 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1157.82 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16,95,325 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1212 કેસ નોંધાયેલા છે. આજ રોજ 980 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 68,257 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80 % ટકા છે.
અમરેલી: સાવરકુંડલાના નેસડી ગામે નદીમાં ન્હાવા પડેલા સગા ભાઇ બહેનનું પિતાની નજર સામે ડુબી જતા મોત
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,817 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,177 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 653 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
વડોદરા: લાંબા સમયથી વડોદરાના નાગરિકોની માંગ સરકારે સ્વિકારી, અશાંતધારો લાગુ
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14538 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 85 છે. જ્યારે 14453 લોકો સ્ટેબલ છે. 68257 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2883 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરત 3, જુનાગઢ 2, કચ્છ 1, પાટણ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીને ગણીને કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર