GUJARAT CORONA UPDATE: 123 પોઝિટિવ, નવા ડેલ્ટા વેરિયન્ટથી તંત્ર દોડતું થયું
ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,58,332 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.28 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે. 431 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,08,849 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,58,332 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.28 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે. 431 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,08,849 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તે રાજ્યમાં હાલ કુલ 4116 કેસ એક્ટિવ છે. જે પૈકી 38 વેન્ટિલેટર પર છે. 4078 લોકો સ્ટેબલ છે. 808849 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10045 લોકોનાં અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હાલ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4448 લોકોને પ્રથમ ડોઝ અને 15550 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45થી વધારેની ઉંમરના 73345 લોકોને પ્રથમ અને 54573 લોકોને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં નાગરિકોમાં 195962 લોકોને પ્રથમ ડોઝ અને 14454 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube