Gujarat Corona Update: આજે કોરોનાના નવા 1278 નવા કેસ, 1266 દર્દી સાજા થયા, 10ના મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1278 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1266 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,27,923 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1278 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1266 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,27,923 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
કુખ્યાત જયેશ પટેલનો વધુ એક સાગરીત રજાક સોપારી ATS અને જામનગર SOG ના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયો
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 807.15 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 48,58,505 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1278 કેસ નોંધાયા છે. જ્યારે 1266 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,27,923 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 86.46% ટકા છે.
સુરત : મને અને મારી ઓફીસ બન્ને સાચવી લેવાના છે, માત્ર થોડો ઓવરટાઇમ કર માલામાલ થઇ જઇશ
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,99,101 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,98,694 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 407 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 86.46 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદ પરથી ખાડાનગરીનું કલંક હટશે, ભુગર્ભની કામગીરી પુરી થઇ જશે ખબર પણ નહી પડે !
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16487 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 81 છે. જ્યારે 16406 લોકો સ્ટેબલ છે. 127923 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3541 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, અમરેલી 1, બનાસકાંઠા 1, ગીર સોમનાથ 1, પાટણ 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1, તાપી સહિત કુલ 10 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube